NRI થઈ ગયા છે મોદી, તેમના માટે ‘વર્લ્ડ પીએમ’ની પોસ્ટ બનવી જોઈઅેઃ લાલુ

રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઅોને નિશાન બનાવતાં રાષ્ટ્રીય જનતા દળ (અારજેડી)ના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે કહ્યું કે મોદી એનઅારઅાઈ બની ગયા છે. તેમણે દુનિયાભરના નેતાઅોને અપીલ કરતાં કહ્યું કે પીએમ મોદી માટે ‘દુનિયાના વડા પ્રધાન’ જેવું પદ બનાવવામાં અાવે.
અાજે ઘાસચારા કૌભાંડમાં સીબીઅાઈની કોર્ટમાં રજૂ થવા માટે લાલુપ્રસાદ રાંચી પહોંચ્યા હતા.

સચારા કૌભાંડના ઘણા કેસ છે. લાલુ તેમાંથી એક કેસમાં દોષી જણાઈ અાવે છે. તેમને ૨૦૧૩માં અા માટે જેલ પણ જવું પડ્યું હતું. રવિવારે પોતાના ‌િચરપરિચિત મજા‌િકયા અંદાજમાં તેમણે કહ્યું હતું કે મોદી દેશના વડા પ્રધાન છે, પરંતુ મોટા ભાગનો સમય દેશની બહાર રહે છે. હું દુનિયાભરના નેતાઅોને અપીલ કરું છું કે મોદી માટે ‘વર્લ્ડ પ્રાઈમ મિનિસ્ટર’ જેવી એક પોસ્ટ બનાવી દે.

નરેન્દ્ર મોદી પર અા ટેગ સારું લાગશે.નીલગાયના વિવાદ પર બોલતાં લાલુઅે કહ્યું કે બિહારમાં લોકો નીલગાયની પૂજા કરે છે. તેને મારીને ભાજપ સ્થિતિને કોમવાદી બનાવવાની કોશિશ કરે છે. એક તરફ ભાજપ ગાયને બચાવવાની વાત કરે છે તો બીજી તરફ નીલગાયને મારી નાખે છે. લાલુઅે જણાવ્યું કે નીલગાયને મારવામાં બિહાર સરકારનો કોઈ હાથ નથી. કેન્દ્ર સરકારે નીલગાયને મારવા હૈદરાબાદથી શૂટરો મોકલ્યા હતા.

You might also like