BJP-RSSને લાલુની ચેતાવણી, દિલ્હીની ખુરશી પરથી પછાડીશ

નવી દિલ્હીઃ મમતાની સાથે હાથ મિલાવ્યા બાદ લાલુ ઘણા સમય બાદ પોતાના અસલી તેવરમાં જોવા મળ્યા છે. તેમણે પોતાની પર લાગેલા તમામ આરોપને ન કાર્યા છે સાથે જ કહ્યું છે કે તમામ આરોપો ખોટા છે. તેમણે કહ્યું સંપત્તિ મામલે જેટલા પણ આરોપો મારી પર લગાવવામાં આવ્યાં છે. તે ખોટા છે. સંપત્તિ અંગે તમામા માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લાલુએ આરોપ પર કહ્યું છે કે તેમણે કંપનીના શેર યોગ્ય રીતે ખરીદ્યા છે. તેમાં ખોટુ શું છે. બીજેપી અને આરએસએસ પર હુમલો કરવા સાથે આરજેડી પ્રમુખે કહ્યું કે બીજેપી અને આરએસએ સાંભળી લે કે લાલુ તેમને દિલ્હીની ખુરશી પરથી ખેંચીને નીચે ઉતારશે.

વિપક્ષની એકતાનો ઝંડો બુલંદ કરનારા લાલુ પ્રસાદ યાદવે બીજેપી વિરૂદ્ધ દલિલો પર એક પ્લેટફોર્મ પર આમંત્રિત કર્યા છે. લાલુએ કહ્યું છે કે ગાંધી મેદાનમાં 27 ઓક્ટોમ્બરે એક રેલી યોજાશે. જેમાં એક સમાન વિચાર ધરાવતા લોકોને આમંત્રિત કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like