IAS અધિકારી પર ટાઇગર રિઝર્વમાં પાર્ટી કરવાનો આરોપ

લખીમપુરખીરી : ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખીરીનાં ડીએમ કિંજલસિંહ પર નિયમ તોડીને દુધવા ટાઇગર રિઝર્વમાં મોડી રાત્રે ઝડપી ગાડી ચલાવવા અને ત્યાં પાર્ટી કરવાનો આરોપ લાગી રહ્યો છે. સાથે જ તેનાં પર આરોપ લાગ્યો છે કે તેની પાર્ટીનાં કારણે એક વાઘણ પોતાનાં 4 બચ્ચા સાથે રિઝર્વ છોડીને વસ્તીવાળા પ્રદેશોમાં ધુસી ગઇ હતી. અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસનાં રિપોર્ટ અનુસાર કિંજર પર આરોપ લગાવનાર પણ IFS અધિકારી છે. જેનું નામ પી.પી સિંહ જણાવાઇ રહ્યું છે. તેનું કહેવું છેકે આ મહિલા અધિકારી રાત્રે બે ત્રણ વાગ્યે ખાસ કરીને તે એરિયામાં જ જતી હતી જ્યાં વાઘણ પોતાનાં 4 બચ્ચા સાથે રહે છે.
પીપી સિંહે વન વિભાગનાં નિર્દેશક છે અને તેણે આરોપ લગાવ્યો કે કિંજલસિંહ દુધવા ટાઇગર રિઝર્વમાં મોડી રાત્રે ખુબ જ ઝડપી ગાડી લઇને જાય છે. ખુબ જ લાઉડ મ્યુઝીક પણ વગાડે છે. ત્યાં પાર્ટી કરે છે જેમાં દારૂ અને માંસનો ઉપયોગ થાય છે. તે દારૂની બોટલો પણ જંગલમાં જ ફેંકીને જાય છે.
જો કે કિંજલસિંહ આ આરોપોને ફગાવી દીધા હતા. કિંજલે જણાવ્યું કે તે રાત્રે દુધવા રિઝર્વની અંદર માત્ર એટલા માટે ગઇ હતી કારણ કે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં મઘેશી સમુહનાં લોકો રહે છે. અને મળેલી માહિતી અનુસાર ત્યાં શંકાસ્પદ હિલચાલ થઇ રહી હતી. ઉપરાંત આ લોકો મધેશી આંદોલનને પણ સમર્થન આપી રહ્યા હતા. જેથી તે સીમાંત વિસ્તારો પર રૂટીન ચેકિંગ માટે ગઇ હતી. જ્યાં રાત થઇ જતા તેણે ગામમાં રોકાવાની ફરજ પડી હતી.

You might also like