આજે આ રાજ્યોમાં બેંકો રહેશે બંદ!

આજે દેશમાં મજુર દિવસ એટલે કે લેબર ડે ઉજવવામાં આવી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આ સંદર્ભે રજાનો માહોલ છે. જેના કારણે દેશના કેટલાક રાજ્યોની બેંકોમાં શનિવાર થી મંગળવાર સુઘી એટલે ચાર દિવસ રજાનો માહોલ છે. આજે રજાનો ચોથો દિવસ હોવાથી લાખો લોકોના બેંકના કામો અટકી પડ્યા છે, કરોડો રૂપીયાના ચેકની ચુકવણી કરવાની બાકી છે.

રજાના આ માહોલ વચ્ચે ઈંટરનેટ બેંકીંગ અને મોબાઈલ બેંકીંગ વડે લોકો પોતાનું કામ કરી શકે છે. પણ આ પ્રોસેસમાં પણ મોટી રકમોના કામ તો અટકી જ પડ્યા છે. કેટલીક જગ્યાએ બેંકે સગવડના ભાગ રૂપે પહેલાથી જ ATMમાં પુરતી રકમ ઉપલબ્ધ કરાવી દિધી હતી, જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

આ શનિવાર મહિનાનો ચોથો શનિવાર હતો, મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. 29 એપ્રિલે શનિવાર હતો અને 30 એપ્રિલ સોમવારે બુદ્ધ પુર્ણિમા હતી. આ કારણે દરેક રાજ્યોમાં 3 દિવસ સુધી બેંકો બંધ રહી હતી. આજે લેબર ડે ના કારણે કેટલાક રાજ્યોમાં ફરી એક વાર રજાનો માહોલ છે પરંતુ કેટલાક રાજ્યોમાં બેંકો ચાલુ રહેશે.

પ્રાઈવટ ક્ષેત્રની બેંકો બંધ રહેવાના કોઈ અણસાર નથી. લેબર ડેના દિવસે કેરળ, તામીળનાડુ, કર્નાટક, આંધ્રપ્રદેશ, તલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા અને પશ્ચિમ બંગાળમાં રજા રહેતી હોય છે. એટલેકે આ રાજ્યોમાં સતત ચોથા દિવસે બેંકો બંધ રહેશે. આ રાજ્યોના લોકોને બીજા રાજ્યોની તુલનામાં વધારે હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે.

You might also like