IPL-11: ધોનીની શાનદાર ઇનિંગ્સ છતાં CSKની પ્રથમ હાર..

ક્રિસ ગેઇલની 63 રનની શાનદાર ઇનિંગ્સના કારણે કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે રમાયેલ રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ઇલેવનને 4 રને પરાજય આપ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલની આ સિઝનમાં બીજી જીત હતી જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ હાર હતી.

મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાયેલ ટૂર્નામેન્ટની 12મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરકતાં 20 ઓરમાં 7 વિકેટના નુકસાન પર 197 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરી રહેલી ચેન્નાઇની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 193 રન જ બનાવી શકી હતી, આમ ચેન્નાઇ સુપર કિંગ્સનો 4 રને પરાજય થયો હતો.

મેચમાં 33 બોલમાં સાત બાઉન્ડ્રરી અને ચાર સિકસરની મદદથી 63 રન બનાવનાર કિંગ્સ ઇલેવન પંજાબના ક્રિસ ગેઇલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ચેન્નાઇની ટીમના સુકાની એમએસ ધોનીએ 44 બોલમાં 6 બાઉન્ડ્રી અને પાંચ સિકસરની મદદથી 79 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, તેમ છતાં ચેન્નાઇની ટીમ માત્ર 4 રને હારી ગઇ હતી.

આ એમ એસ ધોનીનો આઇપીએલનો સર્વોચ્ચ સ્કોર હતો. સીએસએકને અંતિમ ઓવરમાં 17 રનની જરૂરિયાત હતી પરંતુ ધોની મોહિત શર્મની આ ઓવરમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની શરૂઆત સારી રહી નહોતી.

શેન વોટસન 11 તેમજ મુરલી વિજય 12 રન બનાવી પેવેલિયન પરત ફરી ગયા હતા. ધોની અને જાડેજાની 50 રનની ભાગીદારીના કારણે એક સમયે પરાજ્યનો સામનો કરી રહેલી ચેન્નાઇની ટીમને જીત માટે તક મળી હતી. આ અગાઉ ક્રિસ ગેઇલની તોફીની બેટીંગ તેમજ રાહુલના 37 રનની શાનદાર ઇનિંગ્સના કારણે પંજાબની ટીમ ચેન્નાઇ સામે જીતવા માટે 198 રનનો વિશાળ સ્કોર કરી શકી હતી.

You might also like