Whatsappથી કંટાળેલા ગુજરાતીએ બનાવી ઇન્ડિયન મેસેન્જર એપ

અમદાવાદ : ગુજરાતના કચ્છ જીલ્લામાંથી આવતા એક નાનકડા ગામના એન્જીન્યર યુવકે વોટ્સઅપ મેસેન્જરને પણ ટક્કર આપતું ઇન્ડીયન મેસેન્જર બનાવ્યું. સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાનું નામ આવે તો તમામ લોકોના મોઢે WHATS UPનું નામ જ આવે છે. પરતું આ તમામ એપ્લીકેશન વિદેશમાં બનેલી હોય છે. ત્યારે એક ભારતીય યુવાનને મેક ઈન ઇન્ડીયાના કોન્સેપ્ટ પરથી ઇન્ડીયન મેસેન્જર કરીને એક એપ્લિકેશન બનાવી છે.

ગુજરાતના કચ્છ જીલ્લાના લાકડીયા પાસે આવેલા ગામ શીવલેખાના આશરે ૨૫ વર્ષના બહાદૂરસિંહ જાડેજાએ નામી મેસેન્જરોને પછાડતું “ઈન્ડીયન મેસેન્જર” બનાવી આજની ધરાવતી અદ્યતન ટેકનોલોજીને પાછળ મૂકી દીધી છે. અવનવા આકષર્ણ ફિચર્સ જે આજના ચાલી રહેલી નામી મેસેન્જને પણ કયાય પાછળ મૂકી દે તેવા છે.

ઈન્ડિયન મેસેન્જરમાં છે આ ખાસ ફિચર્સ

-આ મેસેન્જરની વાત કરીએ તો આ મેસેન્જરમાં એકસાથે 1૦ પિક્ચર્સની જગ્યાએ 4૦ પિક્ચર્સ મોકલી શકાય છે.
-સ્ક્રીનમાં અલગ અલગ થીમનો કોન્સેપ્ટ, અવનવા સ્ટીકર્સ, એક ગ્રુપમાં અનલીમીટેડ મેમ્બર્સને એડ, વિડીયો અને ઓડિયો કોલ, કસ્ટમ પ્રાઈવેસી, ઈનવિઝીબલ મોડ, સાઈન આઉટ, ગ્લોબલ સર્ચ, એકવાર મેસેન્જરમાં મોકલેલા મેસેજમાં ફરીથી સુધારા વધાર કરીને પણ મોકલી શકાય છે.
– મેસેજને લાઈક પણ કરી શકાય છે. તમે પોતે ક્યાં છો તેની જાણકારી આપતું લોકેશન સેટ જેવું આકષર્ણ ફીચર્સ આ મેસેન્જરમાં જોવા મળે છે.
– હાલમાં આ મેસેન્જર એપના આશરે ૨ લાખથી વધુ યુઝર્સ છે. આ મેસેન્જરને જોતા ઇન્ડીયન મેસેન્જર ખરેખર અન્ય નામી મેસેન્જરને ટક્કર મારે છે.

આ મેસેન્જરને ગુજરાત સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવે અને આ વિષે સરકાર દ્વારા પણ કઈક મહદઅંશે વિચારવામાં આવે તો આ મેસેન્જરના વિસ્તાર અને વિકાસ દ્વારા ગુજરાતને એક વધુ સિદ્ધિ હાસલ દુનિયાભરમાં થઈ શકે છે. આખી દુનિયામાં વિકાસની ગાથા સાથે અગ્રેસર બની રહેલા ગુજરાતમાં પણ આ ટેકનોલોજીની સિદ્ધિ સાથે એક વધુ મોરપીંછનો ઉમેરો થઈ શકે છે. યુવાનમાં છુપાયેલ શક્તિ બહાર લાવી આવી સિદ્ધિ સાથે તેમને પ્રતોસાહન મળી રહે તો દેશના યુવાનો આડે રસ્તે જવાને બદલે શું ન કરી શકે આ બાબતે રાજ્ય સરકારે વિચારવા જેવી બાબત છે.

You might also like