VIDEO: કચ્છનાં ધરણાં કાર્યક્રમમાં હોબાળો, નગરસેવકની ચીમકી બાદ પોલીસે કરી અટકાયત

કચ્છઃ ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ કોંગેસનાં પ્રશ્નો સાંભળ્યા વગર સામાન્ય સભા પૂર્ણ કરવા મામલે કોંગ્રેસનાં નગરસેવક દ્વારા કલેકટર કચેરી સામે ધરણાં અને કોંગ્રેસનાં દલિત નગરસેવક દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી.

જો કે ભુજ કલેકટર કચેરી ખાતે કોંગ્રેસનાં ધરણા કાર્યકમમાં ઉપસ્થિત કોંગ્રેસનાં નગરસેવક આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી હતી. કોંગ્રેસનાં નગરસેવક માલશી માતંગ તેમનાં વિસ્તારમાં પશ્નો લઈને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

દલિત નગરસેવકની ધરપકડ દરમ્યાન પોલીસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ભારે ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસનાં નગરસેવક દ્વારા રસ્તા રોકી ચક્કાજામ કરી ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રસનાં નગરસેવકની ધરપકડ કરવામાં આવતાં કોંગ્રેસ કાર્યકરોએ રસ્તા રોકીને ભારે ચક્કાજામ કરી સખત વિરોધ નોંધાવ્યો હતો.

નગરસેવક માલશી માતંગની ધરપકડ અંગે કોંગ્રેસ નેતાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં. કચ્છ પોલીસ ભાજપનાં નેતાનાં ઇશારે કામ કરતી હોવાનો કોંગ્રેસનાં નેતાએ આરોપ લગાડ્યો હતો.

જો કે હાલમાં આત્મવિલોપનની ચીમકી આપવા બદલ કોંગ્રેસનાં નગરસેવક માલશી માતંગની ધરપકડ કરી તેઓને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યાં છે. આત્મવિલોપનની ચીમકીને લઈને સવારથી જ કલેકટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

You might also like