મને કહેવામાં આવ્યું છે કે 3 સપ્ટેમ્બરે નવા CM શપથ લેશે: કુમારસ્વામી

કર્ણાટકનું રાજકારણમા સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. એકતરફ જ્યાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફરી મુખ્યમંત્રી બનવાની ઇચ્છા દર્શાવી છે તો બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આ અંગે મોટુ નિવેદન આપ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે નવા મુખ્યમંત્રી 3 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કરશે.

કુમાર સ્વામીના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. કુમાર સ્વામીએ કહ્યું છે કે આ જરૂરી નથી કે હું ક્યાં સુધી મુખ્યમંત્રી રહીશ. પરંતુ એ જરૂરી છે કે જે કામ મે મુખ્યમંત્રી તરીકે કર્યા છે તેના કારણે મારુ ભવિષ્ય સુરક્ષિત છે.

કુમાર સ્વામીનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે ખુદ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફરી પ્રદેશના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સિદ્ધારમૈયાના આ નિવેદન પર કુમારસ્વામીએ કહ્યું હતું કે આ લોકતંત્રમાં કોઇપણ મુખ્યમંત્રી બની શકે છે.

આપણું લોકતાંત્રિક સિસ્ટમ છે. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે વિપક્ષે એકજૂટ થઇને તેમને મુખ્યમંત્રી બનતા રોક્યા હતા. રાજકારણમાં જાતિ અને પૈસાની બોલબાલ થઇ ગઇ છે. મે વિચાર્યું હતું કે લોકો એકવાર ફરી આશીર્વાદ આપશે અને મુખ્યમંત્રી બનાવશે. રાજકારણમાં હાર-જીત એક સામાન્ય વાત છે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

1 day ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

1 day ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 day ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 day ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 day ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 day ago