ICJમાં ભારતે કહ્યું, ‘PAK નિર્ણય પહેલા આપી શકે છે જાધવને ફાંસી’

હેગ: ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવની બાબતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનવણી શરૂ થઇ ગઇ છે. ICJમાં ભારતનું પ્રતિનિધિત્વ હરીશ સાલ્વે, ચેતના રાય, કાજલ ભટ્ટ અને દીપક મિત્તલ કરી રહ્યા છે. ભારત તરફથી હરીશ સાલ્વે પોતની દલીલો રાખી. 11 જજોની બેંચ આ બાબતમાં સુનવણી કરી રહી છે. ICJમાં સુનવણીનું નસીધું પ્રસારણ ચાલી રહ્યું છે. સુનવણી પહેલા પાકિસ્તાનના પ્રતિનિધિઓએ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે હાથ મિલાવ્યો.

ભારતે મૂક્યો પોતાનો પક્ષ:

– જાધવને કથિત રીતે 3 માર્ચ 2016ના રોજ પકડવામાં આવ્યો હતો. પરંતુ ભારતને એ બાબતે કોઇ સૂચના આપવામાં આવી નહતી. ભારતને 25 માર્ચ 2016ના રોજ આ સમાચાર સાર્વજનિક રૂપથી મળ્યા.
– ભારતે અનેક વખત રાજદૂતો સાથે વાત કરવાનો અનુરોધ કર્યો પરંતુ એને વારંવાર ફગાવી દેવામાં આવ્યો.
– ભારતને 10 એપ્રિલ 2017ના રોજ જાણવા મળ્યું કે જાધવને જાસૂસીના આરોપમાં સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાઇ છે.
– ભારતે આ નિર્ણય પ્રત્યે વધારે યાદી માંગી પરંતુ એ પણ આપવામાં આવી નહતી.
– જાધવની મા એ 26 એપ્રિલએ ત્રણેય માધ્યોમોથી પાકિસ્તાનને અપીલ મોકલી છે હજુ સુધી એની પણ જાણ થઇ નથી. એમણે કહ્યું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. એટલા માટે ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
– સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાની સૈન્ય કોર્ટ દ્વારા કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવવા વિયના સંધિના અનુચ્છેદ 36 હેઠળ અધિકારીઓનું ઉલ્લંઘન છે.
-ICJ સજા પર રોક લગાવશે નહીં તો પાકિસ્તાન આ પ્રકારે પડદા પાછળ જાધવને ફાંસી પણ આપી શકે છે.
– આંતરરાષ્ટ્રીય કોર્ટબને એટલા એવા પગલા ઊઠાવે કારણ કે એ નક્કી કરી શકાય કે પાકિસ્તાન આ અરજીનો નિપટાવા સુધી જાધવને ફાંસી ના આપે.
– સાલ્વે કહ્યું કરે આ અરજી પર સુનવણી કરવાનો આંતરરાષ્ટ્રીય કોર્ટનો પૂરો અધિકાર છે.
– દેશના સવા અરબ લોકો ન્યાયની રાહ જોઇ રહ્યા છે. અમને આશા છે કે કોર્ટ ભારતના હકમાં નિર્ણય સંભળાવશે.
– જાધવના માતા પિતા પાકિસ્તાન જઇને પોતાના પુત્રને મળવા ઇચ્છે છે.

નોંધનીય છે કે જાધવને પાકિસ્તાને માર્ચ 2016માં બલૂચિસ્તાનમાથી પકડી લેવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને કહ્યું કે જાધવ ભારતની ખાનગી એજન્સી રો માટે કામ કરી રહ્યો હતો. તો બીજી બાજુ ભારતનું કહેવું છે કે જાધવનું ઇરાનથી કિડનેપ કરવામાં આવ્યું છે.

You might also like