આખરે મારી મહેનત રંગ લાવીઃ ક્રીતિ સેનન

બોલિવૂડ અભિનેત્રી ક્રીતિ સેનન અભિનયમાં માસ્ટર હોવાની સાથે-સાથે હવે તેણે બોલિવૂડમાં પહેલી વાર આઇટમ સોંગ કરીને લોકોનું મનોરંજન પણ કર્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’માં ‘આઓ કભી હવેલી પે….’ ડાન્સ સોંગમાં લોકોએ ક્રીતિને ખૂબ જ પસંદ કરી છે.

તે કહે છે કે આ ગીત કરવાનો મને અદ્ભુત આનંદ આવ્યો. આ ગીતે લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. આ ગીત સુંદર રીતે ફિલ્માવાયું છે. પોતાના આગામી પ્રોજેક્ટ અંગે વાત કરતાં ક્રીતિ કહે છે કે હાલમાં હું ‘હાઉસફુલ-૪’, ‘અર્જુન પટિયાલા’, ‘પાનીપત’ અને ‘લુકાછુપી’ના શૂટિંગમાં વ્યસ્ત છું. ‘હાઉસફુલ-૪’ ૨૦૧૯માં આવશે. આ ઉપરાંત પંજાબી એક્ટર દિલજિત દોસાંજ સાથે ‘અર્જુન પટિયાલા’ આવશે. આ એક કોમેડી ફિલ્મ છે. દિલજિત સાથે ક્રીતિ પહેલી વાર કામ કરશે.

સૌથી વધુ ચર્ચા ‘પાનીપત’ની છે. બોલિવૂડમાં અલગ ફિલ્મો બનાવવા માટે જાણીતા આશુતોષ ગોવા‌િરકરે આ ફિલ્મ બનાવી છે, જેમાં સંજય દત્ત લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં અર્જુન કપૂર પણ છે.

‘પાનીપત’ એક સ્ટોરિકલ ડ્રામા ફિલ્મ હશે અને તે પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત હશે, જે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ પોપ્યુલર છે. ફિલ્મ ‘લુકાછુપી’માં ક્રીતિ કાર્તિક આર્યન સાથે કામ કરશે. ફિલ્મની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેનો ફર્સ્ટ લુક ઇન્ટરનેટ પર વાઇરલ પણ થયો છે.

કાર્તિક અને ક્રીતિ દુલ્હા-દુલહનના રૂપમાં જોવા મળશે. ક્રીતિની કરિયર ફુલ સ્પીડમાં દોડી રહી છે. તે કહે છે કે હું એટલું જ કહીશ કે મારી મહેનત રંગ લાવી રહી છે. બોલિવૂડમાં મને ચાર વર્ષ પૂરાં થઇ ગયાં છે, પરંતુ મેં ફટાફટ ઘણીબધી ફિલ્મો સાઇન કરી નથી. મેં હંમેશાં સ્ક્રિપ્ટ અને મારા પાત્રને માઇન્ડમાં રાખ્યું છે અને ડિરેક્ટરની આશા પર ખરા ઊતરવાની કોશિશ કરી છે, જેનું મને ફળ મળ્યું છે. •

divyesh

Recent Posts

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

9 mins ago

ખેડૂતો આનંદો…, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો

નર્મદા: મધ્યપ્રદેશનાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થયો છે. ઉપરવાસમાંથી 33249 ક્યુસેક પાણીની આવક…

1 hour ago

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નિવેદન,”મને ભાજપમાં જોડાવાની મળી છે ઓફર”, પક્ષે વાતને નકારી

રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરુને ભાજપ તરફથી ઓફર મળી હોવાનું જણાવ્યું હતું.…

3 hours ago

ભાજપમાં જોડાવા મામલે અલ્પેશ ઠાકોરનો ખુલાસો,”હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ”

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મામલે ખુલાસા કરવા મામલે કોંગ્રેસ નેતાઓએ સંયુક્ત પ્રેસ યોજી. અમિત ચાવડા, પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોરે…

5 hours ago

હાર્દિક ફરી આંદોલનનાં મૂડમાં, ગાંધી જયંતિથી સમગ્ર ગુજરાતમાં કરશે પ્રતિક ઉપવાસ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લાં કેટલાંય સમયથી અનામતની માંગને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજી પણ…

5 hours ago

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

6 hours ago