KPL: ૧૫ વર્ષીય નિકિને પોતાની પહેલી જ મેચમાં રેકોર્ડ બનાવ્યો

કર્ણાટક પ્રીમિયર લીગની ટીમ મૈસુર વોરિયર્સે નિકિનને ફક્ત રૂ. ૧૦,૦૦૦માં ખરીદ્યો હતો. કર્ણાટક પ્રીમિયર લીગ ૨૦૧૫માં ૧૫ વર્ષીય નિકિને પોતાની પહેલી જ મેચમાં રેકોર્ડ બનાવી દીધો છે. પોતાની પહેલી જ મેચમાં નિકિને શાનદાર બોલિંગ કરીને છ વિકેટ પોતાના નામે નોંધાવી દીધી. તેનું આ પ્રદર્શન આ લીગનો સૌથી મોટો રેકોર્ડ છે. કર્ણાટક પ્રીમિયર લીગ ૨૦૧૫માં એક મેચમાં છ િવકેટ ઝડપનારો નિકિન પહેલો બોલર બની ગયો છે.ઉલ્લેખનીય છે કે કેપીએલમાં નિકિન મૈસુર વોરિયર્સ તરફથી રમે છે અને તેણે રોકસ્ટાર્સ વિરુદ્ધ લીગની અંતિમ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો. તેની ટીમ પહેલાથી જ પ્લેઓફની દોડથી બહાર થઈ ગઈ હતી. ત્યાર બાદ જ ટીમ મેનેજમેન્ટે નિકિનને તક આપી અને નિકિને મળેલી તકને પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. નિકિને ૩.૨ ઓવરમાં ૧૧ રન આપીને છ વિકેટ ઝડપી. મૈસુર વોરિયર્સે નિકિનને ફક્ત રૂ. ૧૦,૦૦૦માં ખરીદ્યો હતો.
 
You might also like