પોલીસે ભારતીય ક્રિકેટર શમી વિરુધ્ધ શરૂ કરી કાર્યવાહી, થઇ શકે છે ધરપકડ

કોલકાતા પોલીસે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વિરુધ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં 498 એનો પણ સમાવેશ થાય છે. શમી તેમજ તેના સંબંધીઓ દ્વારા તેની પત્ની હસીનને ટોર્ચર કરવાના આરોપ પર આ ધારાઓ લગાવામાં આવી છે.

હસીન જહાં પર શારીરિક તેમજ માનસિક અત્યાર સિવાય બીજી સ્ત્રી સાથેના સંબંધોના આરોપથી ઘેરાયેલા ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે. કોલકાતાના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શમી વિરુધ્ધ કોલકાતાના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

પોલીસે શમી પર અનેક ધારાઓ લગાવી કેસ દાખલ કર્યો છે. શમી તેમજ તેના પરિવારના અન્ય ચાર સભ્ય વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શમીની પત્નીએ તેની વિરુધ્ધ બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોને લઇને તેના પર આરોપ મુક્યો હતો.

હુસેને પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં એક પાકિસ્તાની મહિલાનો ઉલ્લેખ કર્યો. તેણે દાવો કર્યો, ”શમીના એક પાકિસ્તાની મહિલા સાથે સંબંધ છે. શમી એ મહિલા સાથે લગ્ન કરવા ઇચ્છે છે અને એ જ કારણે હસીનજહાંએ જાહેરમાં પોતાની વાત રાખવી પડી છે.

હસીનજહાંએ જણાવ્યું હતું  કે જેવી શમીને ખબર પડી કે તેનો ફોન ગાયબ થયો છે, ત્યારે તે ભડકી ઊઠ્યો હતો. હવે મારા પર દબાણ કરાઈ રહ્યું છે કે એ બધી પોસ્ટને મારી ફેસબુક વોલથી પર હટાવી દેવામાં આવે.

You might also like