IPL-11: કોલકાતા નાઇડરાઇડર્સે દિલ્હીને 71 રને આપ્યો પરાજય

નીતિશ રાણાના 59 અને આંદ્રે રસેલના 41 રનના યોગદાનના કારણે કોલકાતા નાઇટરાઇડર્સે ગઇકાલે રમાયેલ દિલ્હી ડેયરડેવિલ્સ સામેની એકતરફી મેચમાં 71 રને પરાજ્ય આપ્યો હતો. કેકેઆર પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 200 રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 14.2 ઓવરમાં માત્ર 129 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આઇપીએલ-2018ની સીઝનમાં કોલકાતા નાઇટરાઇડર્સની ચોથી મેચમાં બીજી જીત હતી જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સની આ ત્રીજી હાર હતી.

કોલકાતાએ ઇડન ગાર્ડન પર રમાયેલ ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં 35 બોલમાં 5 બાઉન્ડ્રી તેમજ 4 સિકસરની મદદથી 59 રન બનાવનાર નીતિશ રાણાને મેનઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 201 રનનો વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલી દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ શરૂઆતથી જ બેકફુટ જોવા મળી હતી.

જેસ રોય 1, શ્રેયસ અય્યર 4 અને સુકાની ગૌતમ ગંભીર 8 રન બનાવી જલ્દી આઉટ થઇ ગયા હતા. દિલ્હીની ટીમની સમયાંતરે વિકેટ પડતા તેમનો 71 રને પરાજય થયો હતો. સુનીલ નરેને આઇપીએલના કેરિયરમાં 100 વિકેટ ઝડપી હતી. સુનીલ નરેન આઇપીએલમાં 100 વિકેટ લેનાર પ્રથમ વિદેશી સ્પિનર બન્યો હતો.

You might also like