મારા અને કુંબલે અંગે કોઇ વિવાદ નહી મીડિયાની ઉપજ : કોહલી

મુંબઇ : ભારત પાકિસ્તાન મેચની પહેલા વિરાટ કોહલીએ કોચ અનિલ કુંબલે અને પ્રતિદ્વંદી ટીમ અંગે સવાલોનાં ખઉલીને જવાબ આપ્યા હતા. ભારતીય કેપ્ટન કોહલીએ કોચ અનિત કુંબલે સાથે મતભેદોનો ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ પાકિસ્તાનને નબળુ નહી સમજવાની ટકોર પણ કોહલીએ કરી હતી. કુંબલે વિવાદ અંગેનાં એક સવાલનાં જવાબમાં પત્રકારોની પણ કોહલીએ આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોચ સાથે મારે કોઇ વિવાદ કે સમસ્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છેકે કોહલી ભારત પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચ પહેલા યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાગ લેવા માટે આવ્યો હતો. કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરુદ્ધની મેચ પહેલા કહ્યું કે જો કોચ પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો લોકો આટલી બધી અટકળો શા માટે લગાવી રહ્યા છે. ગત્ત વખતે પણ આ પ્રકારે જ કોચ પસંદ કરાયો હતો. ભારતીય ટીમમાં કેપ્ટને કુંબલે વિવાદને માત્ર અફવા ગણાવી હતી.

You might also like