શું તમને ખબર છે દારૂ પીધા બાદ શું કામ લાગે છે ભૂખ?

દારૂમાં ખૂબ જ કેલેરી હોવા છતાં લોકો પીધા બાદ સરેરાશ ખાવાના કરતાં શું કામ વધારે ખાય છે, આ માટેનો જવાબ લંડનના વૈજ્ઞાનિકોએ શોધી નાંખ્યો છે. વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં જાણ્યું કે દારૂ પીધા બાદ વ્યક્તિના મગજમાં કેટલીક એવી ક્રિયાઓ થાય છે તો એને ભૂખનો અહેસાસ થવા લાગે છે.
સંશોધનકર્તાએ ઉંદરો પર આ પરીક્ષણ કર્યું અને મેળવ્યું કે ઉંદરો બાકીના દિવસોની સરખામણીમાં શરીરમાં દારૂ ગયા બાદ વધારે ખાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે દારૂ પીધા બાદ માથામાં તેટલાક ન્યૂરોન એક્ટિવ થઇ જાય છે જે સામાન્ય રીતે ભૂખ લાગ્યા બાદ એક્ટિવ થાય છે.

વૈજ્ઞાનિકોએ દસ ઉંદરના શરીરમાં ઇન્જેક્શનથી શુદ્ધ દારૂના ફ્લો તરફ સતત ત્રણ દિવસ દેખરેખ રાખી. જાણવા મળ્યું કે ઉંદરોએ રોજ કરતાં વધારે ખાધું. જો કે માનવ શરીર પહેલા હંમેશા ઉંદરો પર રિસર્ચ કરવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મનુષ્યના શરીરમાં પણ નિષ્કર્ષ નિકળ્યું, એવું જરૂરી નથી. કેટલાક આધનિક અભ્યાસ પરથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે દારૂથી ખાવાની તીવ્રતા વધે છે અને આ કારણ છે કે દારૂ પીવાથી મેદસ્વિતા વધવા લાગે છે.

visit: http://sambhaavnews.com/

You might also like