ICC રેન્કિંગઃ કે. એલ. રાહુલ ફરી ટોપ ટેનમાં સામેલ થયો

દુબઈઃ ભારતીય ઓપનર કે. એલ. રાહુલ ટીમના સાથી ખેલાડી ચેતેશ્વર પૂજારા, કેપ્ટન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોચના દસ બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે. ટેસ્ટમાં રેકોર્ડ સતત અર્ધસદી ફટકારનારાે રાહુલ ગઈ કાલે પ્રસિદ્ધ થયેલા આઇસીસી રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે નવમા સ્થાન પર આવી ગયો છે. ગત જુલાઈમાં પહેલી વાર કરિયરનું સર્વશ્રેષ્ઠ નવમું સ્થાન તેણે હાંસલ કર્યું હતું. આઇસીસી રેન્કિંગમાં ટોચના દસ બેટ્સમેન આ પ્રમાણે છેઃ (૧) સ્ટિવ સ્મિથ, (૨) જોએ રૂટ, (૩) વિલિયમ્સન, (૪) ચેતેશ્વર પૂજારા, (૫) વિરાટ કોહલી, (૬) જોની બેરિસ્ટો, (૭) અઝહર, (૮) આમલા, (૯) કે. એલ. રાહુલ, (૧૦) અજિંક્ય રહાણે. જ્યારે રેન્કિંગમાં ટોચના દસ બોલર્સની યાદી આ પ્રમાણે છેઃ (૧) રવીન્દ્ર જાડેજા, (૨) એન્ડરસન, (૩) આર. અશ્વિન, (૪) હેઝલવૂડ, (૫) હેરાથ, (૬) રબાડા, (૭) બ્રોડ, (૮) સ્ટેન, (૯) ફિલાન્ડર, (૧૦) વેગનર.

You might also like