Categories: Lifestyle

KISS તમારા સ્વાસ્થય માટે છે ખતરનાક, જાણો કેવી રીતે

નવી દિલ્હી: જ્યારે તમને પ્રેમ થાય છે ત્યારે તેની શરૂઆત કીસથી જ થાય છે. પરંતુ શરૂઆત કેવી રીતે કરીએ? અને તમે ક્યારે તેને સારી રીતે કરો છો? કીસ લેવામાં કોઇ પુસ્તક અને અધ્યાયની જરૂર નથી. તમે જાતે અભ્યાસથી શીખી શકો છો. તે શીખવું એટલું મુશ્કેલ નથી. કીસ એ એવો ભાવ છે જે ઊંડા પ્રેમને દર્શાવે છે. કીસ કરવાથી શરીરમાં ગરમાશ ઉત્પન્ન થાય છે અને એકબીજાથી વધુ નજીક જવાય છે. પણ શું તમે કોઇ દિવસ એવું વિચાર્યું છે કે કીસ તમારી હેલ્થમાં જોખમ પણ ઉત્પન્ન કરી શકે છે? ચલો તો જાણીએ તેનાથી જોડાયલી અમુક હકીકતો.

1. એક શોધ અનુસાર જો તમે કોઇની સાથે રિલેનશીપમાં છો તો કીસ કરવી તમારા માટે જરૂરી થઇ જાય છે. એક સારી કીસ તમારા શરીરમાં ડોપામાઇન રિલીઝ કરે છે જેનાથી ઇચ્છાઓ જાગે છે. ત્યારે ઓક્સીટોસિન પણ રિલીઝ થાય છે જે તમારા મૂડને સારો કરે છે.

2. કીસ કરવાથી હેલ્થ સારી રહે છે. ઘણા લોકોનું માનવું છે કે કીસ કરવાથી ઘણા બધા બેક્ટારિયા મોઢામાં જતાં રહે છે, પરંતુ એવું નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણાં બઘાની અંદર એક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જેમાંથી ફક્ત 20 ટકા જ અલગ હોય છે. આ 20 ટકા બેક્ટેરિયા જ્યારે તમારા શરીરમાં જાય છે તો ઇમ્યૂનિટીને મજબૂત કરે છે.

3. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે કીસ કરવાથી શરીરમાં 80 મિલીયન બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે. ઇન્ડોનેશિયામાં એક રમતનું આયોજન કરવામાં આવે છે જેમાં છોકરા છોકરીઓ એક બીજાને કીસ કરે છે તેનાથી કિસ્મત ચમકે છે એવું માનવામાં આવે છે.

4. 2013માં થાઇલેન્ડમાં એક કપલે વિશ્વના સૌથી લાંબા સમય સુધી કીસ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ કિસ 58 કલાક, 35 મિનિટ અને 59 સેકન્ડની હતી.

5. દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં કીસ કરવા પર પ્રતિબંધ છે. તેમાં સૂડાન, સાઉથ આફ્રિકા અને બોલવિયા જેવા દેશનો સમાવેશ થાય છે.

6. તમને જાણીને પરેશાન થશો કે કીસ કરવાથી મોઢાની 34 અને 112 માંસપેશિયો એક સાથે કામ કરે છે.

7. કીસ કરવાથી તમારા દાંતોની ચમક યથાવત રહે છે. કીસ કરવાથી મોઢાની અંદર સલાઇવા બને છે જે મોંઢામાં થનારી ગંદકીને સાફ કરે છે.

8. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઘરની બહાર નિકળતી વખતે તમે તમારા પાર્ટનરને કીસ કરો છો તો તેમનું આયુષ્ય 5 વર્ષ વધી થઇ જાય છે.

Krupa

Recent Posts

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

11 mins ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

19 mins ago

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સર્જાયું લો-પ્રેશર

અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અમરેલી અને અરવલ્લી જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે.…

57 mins ago

હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને 56માંથી 36 કરાશે

નવી દિલ્હી: સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે.…

1 hour ago

રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીને ધમકાવનાર બે યુવકો NSUIના હોદ્દેદાર

અમદાવાદ: નવરંગપુરાની એચએલ કોમર્સ કોલેજમાં એફવાયના વિદ્યાર્થી સાથે થયેલા રેગિંગના મામલે નવરંગપુરા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ…

2 hours ago

રાજ્યભરમાં વધી રહેલો સ્વાઈન ફલૂનો કહેરઃ વાઈરલ-તાવના દર્દીઓમાં વધારો

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ વકરી રહી છેે દવાખાનાંઓ વાઈરલ, તાવ, શરદી સહિતના રોગની ફરિયાદ…

2 hours ago