IPL: આ વર્ષે હરાજીમાં પંજાબ કિંગ્સ ઈલેવન સૌથી વધુ નાણાં ખર્ચશે

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેંચાઇઝી કિંગ્સ ઈલેવન પંજાબ આગામી સિઝનની હરાજીમાં સૌથી વધુ રકમ સાથે ઊતરશે. આઇપીએલની આગામી સિઝન માટે આઇપીએલની હરાજી આગામી વર્ષે થવાની છે. બીસીસીઆઇ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આઠ ટીમમાં કિંગ્સ ઈલેવન પંજાબ પાસે હરાજી માટે રૂ. ૨૩.૩૫ કરોડ રૂપિયા છે.

બીસીસીઆઇએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ”આઇપીએલ સિઝન માટે ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવા માટેની સમયમર્યાદા ૧૫ ડિસેમ્બરે સમાપ્ત થઈ ગઈ. કુલ ૧૪૦ ખેલાડીને ફ્રેંચાઇઝીઓએ પોતાની સાથે જાળવી રાખ્યા છે, જેમાં ૪૪ ખેલાડી વિદેશી છે.”

ભારતની વન ડે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે પોતાની સાથે જાળવી રાખ્યો છે. તેણે ગત વર્ષે પણ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને આશા છે કે આ વર્ષે પણ તે કેપ્ટનશિપ સંભાળશે, જ્યારે સુરેશ રૈનાને ગુજરાત લાયન્સે પોતાની સાથે જાળવી રાખ્યો છે. પુણે અને ગુજરાતના કુલ ૧૬-૧૬ ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like