Categories: Sports

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા ધર્મેન્દ્રએ દેશને મેડલ અપાવ્યો

લખનઉઃ બેડમિન્ટન ખેલાડી ધર્મેન્દ્ર સોતી એક સમયે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો, આમ છતાં તેણે હાર માની નહીં. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને હવે તે દેશ માટે મેડલ જીતી રહ્યો છે. ધર્મેન્દ્રએ તાજેતરમાં જ મલગા (સ્પેન)માં ૨૧મી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધાના સિંગલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ધર્મેન્દ્ર સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડના શિમ એન્ડરસન સામે હારી ગયો, ત્યાર બાદ તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાના જોહન્સને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. ધર્મેન્દ્રને પહેલા રાઉન્ડ ‘બાય’ મળી હતી, બીજા રાઉન્ડમાં તેણે ફ્રાંસના ખેલાડીને પરાજય આપ્યો હતો.

કેન્દ્રીય નારકોટિક્સ બ્યૂરો – બારાબંકીમાં ડેપ્યુટી એસપી તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર સોતીએ આ પહેલાં આર્જેન્ટિનામાં ૨૦૧૫માં યોજાયેલી ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં ભારત માટે બેડમિન્ટન ડબલ્સમાં ગોલ્ડ અને સિંગલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ધર્મેન્દ્રએ આ પહેલાં ૨૦૧૩માં ડરબન (દ. આફ્રિકા)માં યોજાયેલી ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ દર બે વર્ષે અલગ અલગ દેશમાં યોજાય છે. આ ટૂર્નામેન્ટમાં એવા લોકો જ ભાગ લઈ શકે છે, જેના શરીરના કોઈ ને કોઈ અંગ જેમ કે, કિડની, ફેફસાં વગેરેનું પ્રત્યારોપણ થયું હોય. ધર્મેન્દ્રએ આ રમતમાં ઘણા મેડલ જીતીને વિશ્વમાં ભારતની નવી ઓળખ ઊભી કરી છે. ધર્મેન્દ્ર સોતીએ ૨૦૦૧માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. તેના નાના ભાઈ અવધેશ સોતીએ પોતાની એક કિડની ધર્મેન્દ્રને આપી હતી.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સિંધુભવન રોડ-પ્રહલાદનગર ગાર્ડન પાસે બહુમાળી પાર્કિંગ કોમ્પ્લેક્સ બનશે

અમદાવાદ: શહેરમાં જાહેર પરિવહન સેવા પૂરી પાડતા એએમટીએસ અને બીઆરટીએસની નિષ્ફળતા તેમજ મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટમાં થયેલા ભારે વિલંબના પગલે…

6 hours ago

AMCના ઈતિહાસમાં પ્રથમ વાર નિર્ણયઃડિફોલ્ટરોની મિલકતોની દાંડી પીટીને હરાજી કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની લાલ આંખના પગલે તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેકસના ડિફોલ્ટરો વિરુદ્ધ ઇતિહાસમાં પ્રથમ વાર જાહેર હરાજીના આકરાં પગલાં…

7 hours ago

PMની અધ્યક્ષતામાં કેવડિયા ખાતે મળનારી DG કોન્ફરન્સનો એજન્ડા તૈયાર

અમદાવાદ: કેવડિયા કોલોની ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફ્રરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન હાજરી આપવાના હોઈને ગાંધીનગર…

7 hours ago

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધીઃ 11.4 ડિગ્રી

અમદાવાદ: એક સમયે રાજ્યભરમાં ઠંડીના નહીંવત્ ચમકારાથી અલનીનો ઇફેકટના કારણે શિયાળો જમાવટ નહીં કરે તેમ લાગતું હતું, પરંતુ હવે રાજ્યભરમાં…

7 hours ago

ફાર્મસીના વિદ્યાર્થીઓએ નોકરી કરતા નથી તેવું સોગંદનામું આપવું પડશે

અમદાવાદ: ગુજરાત ટેકનોલો‌જિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ આગામી ર૦ ડિસેમ્બર સુધીમાં રાજ્યની તમામ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને સોગંદનામું (એફિડે‌િવટ) રજૂ કરવા આદેશ કર્યો…

7 hours ago

રાફેલ ડીલમાં કોઈ ગેરરીતિ નથી થઈઃ સુપ્રીમ કોર્ટે તમામ અરજી ફગાવી દીધી

નવી દિલ્હી: વિવાદિત રાફેલ ડીલ પર વિરોધ પક્ષના આરોપોનો સામનો કરી રહેલ મોદી સરકારને સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપી…

7 hours ago