શ્રીદેવીની પ્રાર્થનાસભા માટે જાનવી-ખુશી એરપોર્ટ પહોંચ્યા, બંને બહેનો દુખી જોવા મળી

આજે ચૈન્નઈમાં શ્રીદેવીની પ્રાર્થનાસભા રાખવામાં આવી છે. આ પ્રાર્થનાસભામાં હાજરી આપવા માટે શ્રીદેવીની બંને પુત્રીઓ ચૈન્નઈ પહોંચી હતી. બંને પુત્રીઓ એરપોર્ટ પર જોવા મળી હતી.

એરપોર્ટ પર શનિવારે પહેલીવાર બંને દીકરીઓ સાથે જોવા મળી હતી. શ્રીદેવીના નિધન પછી ખુશી અને જાનવી પહેલીવાર આ રીતે જાહેરમાં જોવા મળ્યા હતા. એરપોર્ટ પર બંને દીકરીઓ જઈ રહી હતી ત્યારે તેમના ચહેરા પર દુખ જોવા મળી રહ્યું હતું.

જો કે થોડા દિવસ પહેલા જ જાનવી કપૂર ફિલ્મ ‘ધડક’ ના સેટ પર પહોંચી હતી. શ્રીદેવીના નિધનના 13 દિવસ બાદ જાનવીએ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું હતું. જો કે હાલમાં તે શુટિંગ છોડી ચૈન્નઈ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનું નિધન 24મી ફેબ્રુઆરીએ દુબઈની હોટલમાં થયું હતું. જો કે શ્રીદેવીના અંતિમ સમયે બંને પુત્રીઓ શ્રીદેવીની સાથે ન હતી. શ્રીદેવીના નિધન સમયે માત્ર બોની કપૂર જ સાથે હતા.

You might also like