VIDEO: ખેડાનાં નડિયાદ-પેટલાદ રોડ પાસે ગંભીર અકસ્માત, 2નાં મોત, 3 ઇજાગ્રસ્ત

ખેડાઃ નડિયાદ-પેટલાદ રોડ પર એક ભારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં.

જો કે આ ઘટનાની સમગ્ર જાણ થતાં અહીં અનેક સ્થાનિક લોકો ઉમટી પડયાં હતાં. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આ મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ કઇ રીતે આ બનાવ બન્યો તેની પાછળની વધુ તપાસ હાથ ધરી રહી છે.

ખેડામાં નડિયાદ-પેટલાદ રોડ પર અકસ્માત
પીપળાતા ગામ પાસે બની ઘટના
કન્ટેનર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત
ઘટનામાં 2નાં મોત, 3 લોકો ગંભીર

You might also like