ઘરે આ રીતે બનાવો ટેસ્ટી ખજૂર અને સફરજનની ખીર

સામગ્રીઃ
કટીંગ કરેલ સફરજનઃ 1 કપ ટુકડા
પાણીઃ 1 કપ
ખાંડઃ 1/2 ટીસ્પૂન
લો ફેટ મિલ્કઃ 2 કપ
કોર્નફ્લોરઃ 2 ટીસ્પૂન
સમારેલા ખજૂરઃ 1/4 કપ
સમારેલા છાલવાળા સફરજનનાં ટુકડાઃ 3/4 કપ
શૂગર સબ્સિટ્યૂટઃ 2 ટીસ્પૂન

રીતઃ
સૌ પ્રથમ એક તવો લો. તેની અંદર કટીંગ કરેલ સફરજન, પાણી અને ખાંડ નાખીને તેને બરાબર કૂક થવા દેવું. પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દેવું. ત્યાર બાદ હવે એક તવામાં લો ફેટ મિલ્ક લઇને તેમાંથી બે ચમચી જેટલું દૂધ એક અલગ કટોરીમાં નિકાળીને તેમાં કોર્ન ફ્લોર નાખીને મિક્ષ કરી નાખવું.

ત્યાર બાદ હવે તવાની અંદર નાખેલ દૂધને ઉકળવા દેવું. ને બાદમાં કોર્નફ્લોરવાળું દૂધ નાખીને હલાવવું ને તેને બરાબર ઉકળવા દેવું. પછી આની અંદર સમારેલ ખજૂર નાખીને તેને ધીમા તાપે 5થી 10 મિનીટ સુધી ઉકળવા દેવું. હવે આને વચ્ચે-વચ્ચે બરાબર હલાવતા રહેવું.

હવે આને ગેસ પરથી ઉતારીને શૂગર સબ્સિટ્યૂટ અને છાલવાળા સફરજનનાં ટુકડાઓ નાખીને તેને મિક્ષ કરી ફ્રીઝમાં ઠંડા થવા મૂકવું. ત્યાર બાદ તેને સર્વ કરવી. હવે તેને ગાર્નિશ કરવા એટલે કે તેની સજાવટ કરવા તેની ઉપર સમારેલ ડ્રાયફ્રુટનાં ટુકડાંઓ નાખવાં.

You might also like