કેરળમાં 96 વર્ષનાં વૃદ્ધાએ ચોથા ધોરણમાં એડમિશન મેળવ્યું

અલપુઝા: આમ તો સામાન્ય રીતે એવુ કહેવાય છે કે ભણવાની કે શિખવાની કોઈ ઉમર હોતી નથી ત્યારે કેરળના અલપુઝા જિલ્લામાં રહેતાં ૯૬ વર્ષનાં એક વૃદ્ધાએ ચોથા ધોરણમાં એડમિશન લઈને ભણવાનું શરૂ કર્યુ છે. એટલુ જ નહિ પણ તેમણે દસમા ધોરણ સુધી ભણવાનુ ચાલુ રાખવા ઈચ્છા વ્યકત કરી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર જાન્યુઆરી ૨૦૧૮માં ચેપ્પડ ગ્રામ પંચાયતની સાક્ષરતા ટીમ સરકાર દ્વારા બુઝુર્ગ માટે બનાવેલી સક્ષમ વેદુ કોલોની ગઈ હતી ત્યારે આ કોલાનીમાં રેહતા મોટાભાગની બુઝુર્ગ મહિલાઓએ તે સમયે સાક્ષરતા મિશનથી બચવા કોશિશ કરી હતી.

પરંતુ ત્યારે અલપુઝા જિલ્લામાં રેહતા ૯૬ વર્ષના કર્થયાયની અમ્મા તેમાં સામેલ થવા તૈયાર થઈ ગયાં હતાં. અને તે મુજબ તેઓ હાલ ભણી રહ્યા છે અને આ વખતે ચોથા ધોરણમાં પ્રવેશ મેળવી આગળ ભણી રહ્યા છે તેઓ હાલ ગણિતનો અભ્યાસ કરે છે. તેમજ મલયાલમ આલ્ફાબેટ પણ શિખી રહ્યા છે. અને હજુ તેઓ અંગ્રેજી પણ શિખવા માગે છે. તેથી તેમના માટે કોર્સ તૈયાર થઈ રહ્યો છે.

આ અંગે અમ્માએ જણાવ્યુ કે તેમને થોડાં વર્ષ પહેલાં ભણવાની ઈચ્છા થઈ હતી. અને તે પણ તેમની પુત્રીને સારું ભણતાં જોઈને,અમ્માની પુત્રીએ પણ ૬૦ વર્ષે લિટકરેસી મિશનનો કોર્સ પાસ કર્યો છે. અમ્માની આવી પહેલ બાદ અન્ય ૩૦ બુઝુર્ગોએ પણ ભણવાનું ચાલુ કર્યું છે. તેમણે જણાવ્યું કે તેઓએ ૧૨ વર્ષની વયે ભણવાનું છોડી દીધું હતું. તેમના પિતા ટયૂટર હતા. તેઓ ભણવાનું છોડી મંદિરમાં કામ કરતા હતા. પણ હવે ફરી ભણવાની ઈચછા થતા ફરી ભણવાનું ચાલુ કર્યુ છે.

divyesh

Recent Posts

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

4 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

6 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

12 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

22 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

27 mins ago

Stock Market : સેન્સેક્સ 126 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,900ની નજીક

અમદાવાદ: આજે શરૂઆતે બજારમાં હળવું દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત દેખાઇ રહી છે. આ લખાઇ…

37 mins ago