કેરલમાં વરસાદી કહેર: PM મોદીએ કર્યું હવાઇ નિરીક્ષણ, 500 કરોડની સહાયની કરી જાહેરાત

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્તની પ્રાકૃતિક મુશ્કેલી સામે ઝઝૂમી રહેલ કેરલને રૂ.500 કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે. મોદીએ શનિવારનાં રોજ કેરલમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેઓએ પૂરને કારણ થયેલી અસમાયિક મોત અને સંપત્તિઓનાં નુકસાનને લઇ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે.

100 વર્ષની સૌથી મોટી ભયાનક પૂર હોનારતની ઝપેટમાં આવી ગયેલ કેરલનાં હાલાતનું નિરીક્ષણ લેવા ગયેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રી પિનારાઇ વિજયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષાની બેઠક કરી. પ્રધાનમંત્રીએ પ્રદેશનાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું. મોદીએ પૂરથી પ્રભાવિત થયેલા કેરલને 500 કરોડ રૂપિયા આપવાની તાત્કાલિક મદદ કરવાની જાહેરાત પણ કરી.

રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ એક સમીક્ષા બેઠક કરી હતી. હવામાનમાં સુધાર આવ્યા બાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું. હવાઇ સર્વેક્ષણ બાદ કેરલનાં રાજ્યપાલ જસ્ટિસ પી સદાશિવમ, મુખ્યમંત્રી પિનારાયી વિજયન અને કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી અલ્ફાંસો કન્નતનમ પણ પ્રધાનમંત્રી સાથે હતાં. આ પહેલા એવાં સમાચાર સામે આવ્યાં હતાં કે પ્રધાનમંત્રી હેલિકોપ્ટર ખરાબ વાતાવરણને કારણ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ નહીં કરી શકે.

પ્રધાનમંત્રી મોદીએ જે સમીક્ષા બેઠક કરી તેમાં મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે, PM પાસેથી 2000 કરોડની મદદની માંગ કરી હતી. જેમાંથી PMએ 500 કરોડ રૂપિયાની રકમની મદદ કરવાની જાહેરાત કરી છે. CM પિનારાઇ વિજયને પ્રધાનમંત્રીને એવી જાણકારી આપી કે, રાજ્યમાં 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સમગ્ર ઘટનાનો ચિતારઃ
કેરલમાં ભારે વરસાદને લઇને અનેક પરિવારનાં અંદાજે 2.23 લાખ જેટલાં લોકોનાં હાલ બેહાલ થઇ ગયાં છે. રાજ્યભરમાં શરૂ કરાયેલી 1568 રાહત શિબિરોમાં તેઓ હાલ આશરો લઈ રહ્યાં છે. 2 દિવસ સુધી સતત વરસી રહેલાં મુશળધાર વરસાદ પડ્યાં બાદ શુક્રવારનાં રોજ થોડોક વરસાદ ઓછો થયો છે.

જો કે હવામાન વિભાગનું એમ કહેવું છે કે, હવે આગામી દિવસોમાં આ સ્થિતિ થોડી સામાન્ય થશે પરંતુ કેટલાંક વિસ્તારમાં વરસાદનો પ્રકોપ હજી પણ અવિરતપણે ચાલુ રહેશે. આંકડા મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનાં સપ્તાહમાં કેરલમાં સામાન્ય કરતાં સાડા 3 ગણો વધુ વરસાદ થયો છે.

કુલ 324 લોકોનાં મોત:
કેરળ CM ઓફિસે પોતાનાં ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતા જણાવ્યું કે,“કેરલ 100 વર્ષની સૌથી ભયાનક મુસીબતનો સામનો કરી રહેલ છે. 80 ડેમો પણ ખોલી નાખવામાં આવ્યાં છે. મેં મહિનાથી અત્યાર સુધીમાં કુલ 324 લોકોનાં મોત થયાં છે અને 2,23,139 લોકો હજુ પણ રાહત કેમ્પમાં છે.”

4 જિલ્લાઓમાં અલાપ્પુઝા, એર્નાકુલમ, પથમતિત્તા અને ત્રિશૂરમાં પૂરનાં કારણે સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓ પણ ગાંડીતૂર બનતા બે કાંઠે વહી રહી છે. 8 ઓગસ્ટથી શરૂ થયેલી આ ભયાનક તારાજીમાં રાજ્યને કુલ 8000 કરોડથી પણ વધુ રકમનું નુકસાન થયું છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

13 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

13 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

13 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

13 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

13 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

13 hours ago