કેરળના પૂરને ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરાઇ, અત્યાર સુધીમાં 357ના મોત

કેરળમાં આવેલું આ સદીનું મહાભંયકર પૂરને કેન્દ્ર સરકારે ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરી દીધી છે. જ્યારે વરસાદના રોકયા બાદ ભલે કેરળમાં થોડી રાહત થઇ હોય પરંતુ હવે બેઘર લોકોના પુર્નવસન તેમજ પાણી ઓસરતાં બિમારીઓ ફેલાવાના રોકવાનો પડકાર ઉભો થયો છે.

કેરળમાં અત્યાર સુધીમાં 357 લોકોનાં મોત થયા છે જ્યારે અંદાજે 10 લાખ બેઘર લોકોને 5,645 રાહત શિબિરમાં રાખવામાં આવ્યાં છે. કેરળમાં પુરની પાણી ઓસરતાં હવે ડેંગ્યુ, મલેરિયા જેવી અનેક બિમારીઓનો ખતરો વધી ગયો છે.

રાહતશિબરમાં બિમારીઓની વધવાની આશંકાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 3,757 ચિકિત્સા શિબિર બનાવી દીધા છે. તેની સાથે દરેક પંચાયતમાં પાંચ સ્વાસ્થ્ય અધિકારીઓની નિમણૂક કરી દીધી છે. જ્યારે રાજ્યના બધા 14 જિલ્લામાંથી ઓરેન્જ એલર્ટ દૂર કરવામાં આવ્યું છે.

જ્યારે ઇડુક્કી, કોઝિકોડ અને કન્નૂરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કોઇપણ બિમારી ફેલાવવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જો કે દરરોજ બિમારીઓને લઇને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે તેમણે રાજ્યના સ્વાસ્થ્યમંત્રી કેકે શૈલજા સાથે આ અંગે વાતચીત કરી છે. તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર કેરળમાં આ મોનસૂનમાં સામાન્ય કરતાં 42 ટકા વધારે વરસાદ પડ્યો છે. સેના દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હેલિકોપ્ટર દ્વારા પણ રેસક્યૂ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.

divyesh

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

8 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

9 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

10 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

12 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

13 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

14 hours ago