OMG! 17 વર્ષે  લેમ્બોર્ગિની જેવી સુપર કારનું સ્વપ્ન થયું સાકાર, જાણો વિગત…

વોશિંગ્ટન: અમેરિકાના સ્ટેટ વિસ્કોન્સિનમાં રહેતા કેન લમહોફને એક ફિલ્મ જોયા બાદ તેમાં દર્શાવવામાં આવેલી લેમ્બોર્ગિની સુપરકાર પ્રત્યે અનહદ લગાવ થઈ જતાં તેને આ વૈભવી કાર પસંદ પડી ગઈ હતી અને તે કોઈ પણ ભોગે આ કાર મેળવવા માગતો હતો પણ તે ખરીદી શકે તેમ ન હોવાથી ૧૭ વર્ષ ગેરેજમાં કામ કરીને જાતે જ લેમ્બોર્ગિની સુપર જેવી જ કાર બનાવીને તેનું સ્વપ્ન સાકાર કર્યું હતું.

કેન લમહોફે ૧૯૯૦માં લેમ્બોર્ગિની સુપરકાર બનાવવાનુ શરૂ કર્યું હતું. આ કામ ૨૦૦૮માં પૂરું થતાં કેને તેની મનગમતી કાર મેળવી લીધી હતી. આમ, ૧૭ વર્ષ દિવસ-રાત તેણે તેના ઘેર જ ગેરેજ બનાવી આ કાર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. કેન એક એન્જિનિયર છે. તેથી તેને કાર બાબતનું પહેલાંથી જ જ્ઞાન હતું. તેથી તેણે તેનામાં રહેલી આવી જાણકારીના આધારે આગળ વધી તે અંગે યોગ્ય આયોજન કરી કોઈની પણ મદદ લીધા વિના કાર માટેના તમામ સ્પેરપાટર્સ એકત્ર કરીને કાર બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં તેણે કારને યોગ્ય આકાર આપવા લાકડાનું એક સ્ટ્રકચર તૈયાર કર્યું હતું અને બાદમાં તેના ઉપર મેટલ લગાવ્યું હતું અને બાદમાં ધીમે ધીમે તેમાં સ્પેરપાટર્સ જોડતો ગયો અને આ રીતે ૧૭ વર્ષની મહેનત બાદ તેની મનપસંદ કાર તૈયાર થઈ ગઈ હતી.

કેન લમહોફે જાતે જ કાર તૈયાર કર્યા બાદ થોડાં જ વર્ષમાં કારને ઈબે પર વેચવા માટે મૂકી દીધી હતી. તેણે તે વખતે ૭૫૦૦૦ ડોલર (૪૮ લાખ રૂપિયા)માં કાર વેચવા માટે મૂકી હતી. આ કાર મિયામીમાં રહેતી એક વ્યકિતએ ખરીદી હતી. આ વ્યકિતએ કાર કેટલા ડોલરમાં ખરીદી હતી તે જાણવા મળ્યું નથી.

You might also like