Categories: India

દિલ્હીમાં ઝૂંપડા હટાવવાના મામલે મેજિસ્ટ્રેટ તપાસ થશે

નવી દિલ્હી: ગેરકાયદે અતિક્રમણને દૂર કરવા માટે ઝુંપડપટ્ટીમાં રેલવે દ્વારા તોડફોડ કરવાના અભિયાન અને એક બાળકના મોત બાદ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ફરી એકવાર સંઘર્ષની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. આ મામલો હજુ વધુ ગરમ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગેરકાયદે અતિક્રમણને દૂર કરતી વેળા એક બાળકનું મોત થયા બાદ લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભારે નાખુશ દેખાઈ રહ્યા છે.

બીજી બાજુ શિયાળાના દિવસો દરમિયાન ધ્વંસ ઝુંબેશ હાથ ધરવા બદલ ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા રેલવે દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, પશ્ચિમ દિલ્હીમાં ૧૨૦૦ ઝુંપડપટ્ટી દૂર કરવામાં આવી હતી. આ નિર્ણય બિલકુલ વાજબી હતો. અતિક્રમણ કરી ચુકેલા લોકોને શ્રેણીબદ્ધ વખત નોટિસ પણ આપવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશનમાં તમામ નિયમો પાળવામાં આવ્યા હતા. બાળકના મોત અને અતિક્રમણને દૂર કરવાની ઝુંબેશ વચ્ચે કોઇપણ કનેક્શન નથી. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સકુરબસ્તીમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે ઝુંપડપટ્ટીમાં એક બાળકનું મોત થયું હતું જેથી નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું.

ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો તેમની ચીજવસ્તુઓ એકત્રિત કરતા નજરે પડ્યા હતા જ્યારે કેટલાક લોકોએ ઠંડી અને અન્ય બાબતોને પોતાને બચાવવા માટે કામચલાઉ ટેન્ટ પણ બનાવી ચુક્યા હતા. રેલવે દ્વારા ૧૨૦૦ જેટલી ઝુંપડપટ્ટી શનિવારના દિવસે દૂર કરાઈ હતી. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ પહેલા આ વિસ્તાર ખાલી કરી દેવા ત્રીજી નોટિસ આપવામાં આવ્યા બાદ સકુર બસ્તી સ્ટેશન ખાતે ૧૫ દુકાનો પણ દૂર કરવામાં આવી હતી. દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર અરુણ અરોડાએ માહિતી આપતા કહ્યું હતું કે, રેલવે જમીન ઉપર ગેરકાયદે નિર્માણને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરતા પહેલા તમામ નિયમો પાળવામાં આવ્યા હતા. ત્રણ નોટિસ આપવામાં આવી હતી.

આખરે પોલીસની મદદથી અતિક્રમણો દૂર કરાયા હતા. બાળકના મોતના બનાવથી રેલવે ઝુંબેશને અસર થશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અરોડાએ કહ્યું હતું કે, આ ઝુંબેશ જારી રહેશે. કારણ કે ટ્રેક નજીક અતિક્રમણને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. કારણ કે, ટ્રેનોના ઓપરેશન માટે આ ગંભીર સમસ્યા બની ચુકી હતી. બાળકના મોત અને ડિમોલેશન ઝુંબેશ વચ્ચે કોઇ કનેક્શન નથી. ગઇકાલે ૧૨ વાગે આ ઝુંબેશ શરૂ કરતા પહેલા બાળકનું મોત થયું હતું.

સુરક્ષા કર્મચારીઓની મદદથી આ સમગ્ર ઓપરેશન ચાલ્યું હતું. અતિક્રમણ અગાઉ દૂર કરી શકાયું ન હતું. કારણ કે, પોલીસ જવાનો ઉપલબ્ધ ન હતા. રેલવે દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુની મંજુરી પણ લેવામાં આવી હતી. દિલ્હી પોલીસ, આરપીએફ, સીઆરપીએફની હાજરીમાં આ ઓપરેશન ચાલ્યું હતું.

રેલવે દ્વારા સકુરબસ્તીના બનાવ અંગે દિલ્હીના મુખ્યમંત્રી પણ માહિતી આપવામાં આવી રહી છે. વાસ્તવિકતા કેજરીવાલ સમક્ષ પણ રજૂ કરાશે. હાલમાં રેલવે જમીન પર ૪૭૦૦૦ ઝુંપડપટ્ટી છે જેના કારણે ટ્રેનોની અવરજવરમાં ગંભીર સમસ્યા સર્જાઈ છે.

admin

Recent Posts

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ…

33 mins ago

PM મોદી ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે, પરિયોજનાઓનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર બે રાજ્ય ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે જશે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે.…

1 hour ago

ગાંધીનગર: કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, લોકસભા ચૂંટણી અંગે રોડમેપ થશે તૈયાર

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના…

1 hour ago

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

11 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

12 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

12 hours ago