MCD ચૂંટણીમાં ભવ્ય જીત બદલ કેજરીવાલે ભાજપને શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ MCDની ચૂંટણીમાં BJPએ સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને પછાડીને પ્રચંડ બહુમત હાંસલ કરેલ છે. MCDની 270 સીટોના પરિણામોમાં BJPએ 180 સીટો પર વિજય મેળવ્યો છે.

AAP 48 અને કોંગ્રેસ 27 સીટોની સાથે બીજા અને ત્રીજા નંબરે છે. BJP નેતાઓએ પાર્ટીની શાનદાર જીતનો શ્રેય PM મોદીની નીતિઓને અપાયો છે. બીજી બાજુ કોંગ્રેસ અને AAPએ હારનું કારણ EVMમાં ગડબડને દર્શાવેલ છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય માકને પોતાના પદ ઉપરથી MCD ચૂંટણીનાં ખરાબ પરિણામને લીધે રાજીનામું આપી દીધું છે. આ તમામ વાતો વચ્ચે AAPના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ત્રણેય MCDમાં BJPની શાનદાર જીતની શુભકામનાઓ પાઠવી છે.

You might also like