સૈફની દિકરી પર કરવામાં આવ્યો કેસ, કોર્ટમાં આપવી પડશે હાજરી

ફિલ્મ ‘કેદારનાથ’ માટે વિવાદો રોકવાનું નામ નથી લેતા. ક્રિઆર્જ એન્ટરટેઈંમેંટ સાથે કાનૂની મુશ્કેલીમાં ફસાયેલી હોવાના કારણે ફિલ્મ સાથે સંબંધિત હવે એક નવો કેસ ઉભરી આવ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મના દિગ્દર્શક અભિષેક કપૂરે ફિલ્મના મુખ્ય અભિનેત્રી સારા અલી ખાનને કોર્ટમાં લઈ જવાના છે. આ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની પ્રથમ ફિલ્મ છે. તેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળશે.

અહેવાલો અનુસાર, સારાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફિલ્મ માટેના કોનટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે, સારાએ કહ્યું હતું કે તે તમામ તારીખો પર શૂટિંગ માટે ઉપલબ્ધ છે પરંતુ તાજેતરમાં જ જ્યારે તેને કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ જુલાઈ સુધી વધારવામાં આવી રહ્યું છે ત્યારે તેના મેનેજરે નિર્માતાઓને જણાવ્યું હતું કે જુલાઈમાં સમગ્ર શૂટ માટે સારા ઉપલબ્ધ રહેશે નહીં. કારણ કે તે રણવીર સિંહની ફિલ્મ, સિમ્બાની શૂટિંગમાં વ્યસ્ત હશે.

ડિરેક્ટર અભિષેક કપૂર ઇચ્છે છે કે કોર્ટમાં આ મામલે સારાને સમજાવશે કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તે બીજી કોઈ ફિલ્મમાં કામ કરી શકશે નહીં. એટલું જ નહીં, અભિષેકે કોન્ટ્રાકટને તોડવા પર વળતર માટે સારા પાસેથી રૂ. 5 કરોડની ભરપાઇ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે અભિષેક કપૂરની નિર્દેશન વાળી આ ફિલ્મ કેદારનાથ 2 તીર્થયાત્રિઓની પ્રેમ કથા છે.

You might also like