KBCના રજિસ્ટ્રેશનમાં પુછવામાં આવ્યો વિરાટ-અનુષ્કાથી જોડાયેલો આ પ્રશ્ન…

‘કૌન બનેગા કરોડપતિ 10’ ની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રજિસ્ટ્રેશનનો ત્રીજો પ્રશ્ન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જીવન સાથે સંકળાયેલો હતો.

રજિસ્ટ્રેશનનો ત્રીજો પ્રશ્ન એવો હતો કે સેલિબ્રિટી કપલ વિરુષ્કાના લગ્ન ક્યાં થયા હતા? વિકલ્પ તરીકે સ્પેન, ગ્રીસ, માલદીવ અને ઇટલીના નામ આપવામાં આવ્યા હતા.

આ પ્રશ્નનોના જવાબો જુન 9 (આજે) ના રોજ 9.28 વાગ્યે સુધી આપી શકાય છે. રજિસ્ટ્રેશનનો પ્રથમ પ્રશ્ન 6 જૂનના રોજ રામ કપૂરના શો ‘ઝિંદગી કે ક્રોસરોડેસ’ ના પ્રિમિયર દરમિયાન પૂછવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, આ શો સલમાન ખાનની ‘દસ કા દુમ’ની સમાપ્તિ પછી શરૂ થશે. ગત વર્ષની જેમ, આ વર્ષે પણ KBCના એપિસોડ ઓછા હશે.

1. સૌ પ્રથમ, ઉમેદવારને કોન બનેગા કરોડપતિની સત્તાવાર વેબસાઇટ kbc.sonyliv.com પર જવું પડશે.

2. KBCની નોંધણી 2018ની સત્તાવાર લિન્ક શોધો અને પછી ઓપન બટન પર ક્લિક કરો.

3. હવે રજિસ્ટ્રેશન ફોર્મ તમારી સામે દેખાશે.

4. આ ફોર્મને કાળજીપૂર્વક ભરો અને પછી submit બટનને ક્લિક કરો.

સબમિટ બટન પર ક્લિક કર્યા પછી, તમે તમારી સ્ક્રીન પર એક સંદેશ જોયો હશે કે તમારી નોંધણી પૂર્ણ થઈ ગઈ છે.

ઑફલાઇન અરજી પણ કરી શકાય

KBC 2018 સિઝન 10 માટે રજિસ્ટ્રેશન એપ્લિકેશન્સને ઑનલાઇન તેમજ ઓફલાઇન પ્રક્રિયા કરી શકાય છે. આ શોમાં ભાગ લેવા માટે નીચેની કોઈપણ ઑફલાઇન પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે.

1. પ્રતિયોગીઓ આઈવીઆરની મારફતે અરજી કરી શકે છે

2. તેઓ સરકારી જાહેરનામાનો ઉપયોગ કરીને પણ અરજી કરી શકે છે

3. રસ ધરાવતા ઉમેદવારો એસએમએસ દ્વારા અરજી કરી શકે છે

You might also like