રિલેક્સ માટે પીવાતી કાવા ટીથી તૂટવા લાગે છે સ્નાયુઓ

ચાના બદલે આજકાલ કાવા ટી પીવાની ફેશન છે. ખાસ પ્રકારના ચા જેવા પ્લાન્ટમાંથી આ ડ્રિન્ક બને છે. તમે જ્યારે ખૂબ સ્ટ્રેસફૂલ કન્ડિશનમાં હો ત્યારે આ કાવા ટીથી રિલેકસેશન ફીલ થઈ શકે છે, જોકે આ ચાને હેલ્ધી અથવા તો હર્બલ સમજીને એનો બેફામ ઉપયોગ કરવો ઠીક નથી.

નિષ્ણાતોનું કહેવું છે કે કાવા પ્લાન્ટમાંથી બનાવવામાં આવતી સાદી ચાના વધુ ઉપયોગથી સ્નાયુઓ તૂટે છે અને ‌લિવર ખરાબ થાય છે. આ કાવા ટી મર્યાદિત માત્રામાં જ પીવી જોઈએ. જેમનાં ‌લિવર અને કિડની ઓલરેડી નબળાં છે એવા લોકો જો કાવા ટી પીએ તો તેમને ‌લિવર ફેલ્યોર થવાની સંભાવના વધી જાય છે.

You might also like