Categories: Dharm

જ્યારે મહાભારતના યુધ્ધમાં કૌરવ સેનાપતિ દ્રોણનો થયો વધ….

દ્રોણવધ પ્રસંગ વિશેષ અસ્વસ્થ કરી મૂકનારો છે, કારણ તે પ્રસંગ વ્યાસના સૌથી સત્પ્રવૃત્ત કથાપાત્રે સ્વાર્થ સાધવા માટે જાણીજોઈને કરેલા વ્યાજયુક્ત જ નહીં તો કાજળકાળા કૃત્ય પર રચાયો છે.

દ્રોણ વધ વિશે વધુ લખવા પહેલાં તે પ્રસંગની રૂપરેખા આપવું ઉચિત ઠરે. કૌરવ-પાંડવોના યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ભીષ્મ કૌરવસેનાના સેનાપતિ હતા. યુદ્ધના દસમે દિવસે ભીષ્મનું રણમાં પતન થયું અને તે પછી દુર્યોધને દ્રોણને કૌરવ સેનાના સેનાપતિ બનાવ્યા. દ્રોણનો વધ યુદ્ધના પંદરમે દિવસે બપોરે થયો છે.

તે બપોરે દ્રોણે દિવ્યાસ્ત્રોની સહાયથી પાંડવ સેનાનો એવો ગજબનાક સંહાર આરંભ્યો કે પાંડવ સેના હવે થોડા જ સમયમાં નામશેષ થઈ જઈને પાંડવોનો યુદ્ધમાં કારમો પરાજય થશે એવો રંગ દેખાવા લાગ્યો. તે જોઈને દ્રોણનો ઇલાજ કરવાના ઉદ્દેશથી પાંડવપક્ષે ‘અશ્વત્થામા માર્યો ગયો’ એવી અફવા ફેલાવી. આપણા કાને આવતી વાર્તામાં કાંઈક પેચ છે એવી શંકા આવવાથી દ્રોણ ખુદ યુધિષ્ઠિર પાસે ગયા અને તેમણે તેને અશ્વત્થામા વિશે ‘જીવતો છે કે માર્યો ગયો ?’ એ પ્રશ્ન પૂછયો.

અશ્વત્થામા જીવતો હોવા છતાં યુધિષ્ઠિરે તેમને ‘માર્યો ગયો’ એ ઉત્તર આપ્યો. તેના ઉત્તરમાં આપણે સૌને પરિચિત ‘કુંજર’ પણ છે. પરંતુ યુધિષ્ઠિરે જાણીજોઈને હળવેથી ઉચ્ચારેલો તે શબ્દ તેની અપેક્ષા મુજબ દ્રોણને સંભળાયો નહીં. સત્યવાક્ય તરીકે વિખ્યાત યુધિષ્ઠિરના મુખમાંથી ‘માર્યો ગયો’ એ ઉત્તર સાંભળ્યા પછી પાંડવ પક્ષે ફેલાવેલી અફવા ઉપર દ્રોણનો વિશ્વાસ બેઠો. તે પછી પુત્ર વધના દુ:ખથી આર્ત થયેલા દ્રોણે હાથમાનું ધનુષ્ય નીચે મૂકીને રણમાં પ્રાયોપવેશનનો આરંભ કર્યો અને તે અવસ્થામાં ધૃષ્ટદ્યુમ્ને તેમનો ખડ્ગથી શિરચ્છેદ કર્યો.

દ્રોણ વધ યુધિષ્ઠિરની ફરતે રચાયો હોત તો પણ તે વધમાં ભીમની પ્રત્યક્ષ અને અર્જુનની અપ્રત્યક્ષ સહભાગિતા છે. વ્યાસે તે ત્રણેય કૌંતેયોના સ્વભાવનું અને મનનું ઉત્કૃષ્ટ દર્શન દ્રોણવધ પ્રસંગેના અને ત્યાર પછી થયેલા વિતંડાવાદના પ્રસંગેના તે ત્રણેનાં વર્તન દ્વારા કરાવ્યું છે.

પ્રસ્તુત પ્રસંગનું યથાયોગ્ય રસગ્રહણ થવાની દૃષ્ટિએ તે દર્શન મહત્વનું છે. તેમજ કથાપાત્રોના ગૂંચવણભર્યા મનોવ્યાપાર, કથાપાત્રોની પોતા પ્રત્યે અને બીજા પ્રત્યે જોવાની દૃષ્ટિ, આવી બાબતો કથા પાત્રોના વર્તન દ્વારા કથામાં ગૂંથવાની વ્યાસની પદ્ધતિનો તે દર્શન એક ઉત્તમ નમૂનો છે.

તેથી તે વિશે અહીં થોડી તપશીલ આપવી ઉચિત ઠરે. પ્રથમ જ્યેષ્ઠ કૌંતેય. વ્યાસનો યુધિષ્ઠિર સત્પ્રવૃત્ત છે. બલકે એમ કહી શકાય કે સત્પ્રવૃત્ત ગૃહસ્થ કેવો હોય છે એની વ્યાસની વ્યાખ્યા છે – યુધિષ્ઠિર. કથામાંનાં સર્વ સત્પ્રવૃત્ત કથાપાત્રોનો તેને વિશે ઉચ્ચ મત છે.

નોંધ લેવા જેવી વાત એ છે કે યુધિષ્ઠિરનો પોતાની જાત વિશેનો મત એટલો જ, બલકે તેથી પણ અધિક, ઉચ્ચ છે. કથામાં અગાઉ તેના મુખે મૂકેલો ઉદ્ગાર જુઓ:

ન મે વાગનૃતં પ્રાહ નાધર્મે ધીયતિ મતિ: – મારી વાણી (કદી) અસત્ય ન વદે અને મારી મતિ (કદી) અધર્મ તરફ ન વળે.ધર્મ અને સત્ય વિશે આવા જ ભારે ઉદ્ગારો વ્યાસે યુધિષ્ઠિરના મુખે ઇતરત્ર પણ મૂક્યા છે. પ્રસ્તુત પ્રસંગે યુધિષ્ઠિરે દ્રોણના પ્રશ્નનો ઉત્તર તરીકે તેઓને અસત્ય સહેતુક કહ્યું એ વ્યાસે સંજયના મુખે મૂકેલા તે પ્રસંગના વર્ણનનો સામાન્યત: બેસાડવામાં આવતો અર્થ છે. તો પછી ‘ન મે વાગનૃતં પ્રાહ ’ નું શું થયું ? ઉપરાંત યુધિષ્ઠિરે દ્રોણને આપેલો ઉત્તર અર્જુને તે ઉત્તરમાંના જાણીજોઈને હળવેથી ઉચ્ચારેલા ‘કુંજર’ શબ્દ સહિત સાંભળ્યો છે.

યુધિષ્ઠિરે ‘કુંજર’ શબ્દ ઉચ્ચાર્યો એટલાથી અર્જુન છેતરાયો નથી. તે ઉત્તરમાં યુધિષ્ઠિરે અધર્મ કર્યો છે અને તે અસત્ય બોલ્યો છે એમ અર્જુનને લાગ્યું હોઈને તેણે દ્રોણવધ પછી થયેલા વિતંડાવાદમાં યુધિષ્ઠિર ઉપર તે દોષારોપ બધાના દેખતાં કર્યા છે. પોતાની જાત વિશે ઉચ્ચ મત ધરાવનારા યુધિષ્ઠિરને અર્જુનના દોષારોપોમાં કંઈ તથ્ય હોવાનું જણાયું છે ? તે દોષારોપો કરનારો અર્જુન યુધિષ્ઠિરને તે સમયે કેવો દેખાયો છે ?•

divyesh

Recent Posts

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

2 mins ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

19 mins ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

26 mins ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

27 mins ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

32 mins ago

રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આજથી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત

અમદાવાદ: આજથી અમદાવાદ સહિતની રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર‌િજયાત કરાઈ છે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ આજથી લાગુ…

36 mins ago