KBC: અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર પી. વી. સિંધુ બેસશે

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’માં દર શુક્રવારે એક સેલિબ્રિટી હોટ સીટ પર નજરે પડે છે. આ સેલિબ્રિટી કોઈ પ્રમોશન માટે નહીં, પરંતુ કોઈ સારા કામ માટે આવે છે. અત્યાર સુધી KBCમાં દર શુક્રવારે ઘણી સેલિબ્રિટી નજરે પડી ચૂકી છે. આમાં ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને તેની ટીમ, અભિષેક બચ્ચન પણ સામેલ છે. હવે તમે ટૂંક સમયમાં અમિતાભ સામે હોટ સીટ પર પી. વી. સિંધુને જોઈ શકશો.

ઉલ્લેખનીય છે કે ભારતની સ્ટાર શટલર પી. વી. સિંધુએ તાજેતરમાં કોરિયા ઓપનમાં જાપાની ખેલાડી નોજોમી ઓકુહારાને હરાવીને એક ઇતિહાસ રચી દીધો હતો. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુએ આ વધુ એક ઇતિહાસ રચ્યો હતો. આ બધી ઉપલબ્ધિ બાદ સિંધુનું નામ રમત મંત્રાલયે પદ્મભૂષણ માટે કેન્દ્ર સરકારને મોકલ્યું છે.

You might also like