Categories: India

કટિહાર-અમૃતસરના સાત કોચ પાટા પરથી ખડી પડ્યા

પટણા : બિહારના ખાગરિયા જિલ્લામાં કટિહાર-અમૃતસર આમ્રપાલી એક્સપ્રેસના સાત કોચ આજે પાટા પરથી ખડી પડ્યા હતા. જો કે, આ મોટી ઘટના છતાં ખુવારી ટળી જતાં તંત્રને મોટી રાહત થઇ હતી. સોનિતપુર ડિવિઝનમાં આ ઘટના બની હતી. એક એસી-૨, એક એસી-૩ અને પાંચ સ્લીપર કોચ સહિત ૧૫૭૦૭ યુપી કટિહાર-અમૃતસર એક્સપ્રેસના સાત કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. આ બનાવ આજે સવારે વહેલી પરોઢે પત્રાહા અને ગોચારી વચ્ચે બન્યો હતો.

ઇસ્ટ સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક અધિકારી અરવિંદ કુમારે માહિતી આપતા પટણામાં કહ્યું હતું કે, ખુવારી ટળી ગઇ છે. ટ્રેનના કોચ ખડી પડવા પાછળના કારણોમાં તપાસ કરવામાં આવી રહી છે. એન્જિન બાદના અસરગ્રસ્ત કોચોમાં એસી-૨ના એ-વન, એસી-૩ના બીવન, એસ૫, એસ૬, એસ૭, એસ૮ અને એસ૯નો સમાવેશ થાય છે. આ બનાવ બન્યા બાદ નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ, ન્યુ જલપાઈ ગુડી સહિતની અડધા ડઝનથી વધુ ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી હતી.

સમગ્ર મામલામાં વધુ તપાસ ચાલી રહી છે. આ બનાવ બાદ મોટી સંખ્યામાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આનંદવિહાર જોગવાની એક્સપ્રેસને પણ ભાગલપુરથી ડાયવર્ટ કરવામાં આવી હતી. મોડેથી તમામ કોચને ટ્રેક પરથી દૂર કરાયા હતા.

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

15 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

15 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

15 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

15 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

15 hours ago