Categories: India

કશ્મીરઃ CRPFનાં કાફલા પર આતંકવાદીઓનો હુમલો, 1 ઘાયલ અને 2 જવાન શહીદ

જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર CRPFની ટુકડીને નિશાન બનાવી છે. શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં CRPFની ગાડી પર આતંકવાદીએ હુમલો કર્યો છે. જેમાં CRPFના બે જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયેલ છે.

સુરક્ષા જવાનોની જવાબી કાર્યવાહી બાદ આતંકવાદીઓ નજીકની ડીપીએસ સ્કૂલમાં ઘુસી ગયા છે. જે બાદ જવાનોએ શાળાને ચારે તરફથી ઘેરી લીધી. આ આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ સ્વીકારી છે. જો કે શાળાની બિલ્ડિંગમાં ઘૂસેલા આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ હજી ચાલી રહી છે.

આ શાળામાં હજી બે આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે હુમલા બાદ સુરક્ષા જવાનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો.

પંથા ચોક પોલીસ સ્ટેશનની પાસે હુમલા થયા પછી ડીપીએસ તરફ આતંકીઓ ભાગી ગયા છે. જવાનોએ આખા વિસ્તારને ઘેરી રાખ્યો છે.

જમ્મુ-કશ્મીરઃ CRPFની ટીમ પર આતંકી હુમલો
બે જવાન શહીદ, એક જવાન ઘાયલ
DPS સ્કૂલમાં છૂપાયા હતા આતંકવાદીઓ
બે આતંકી હજી પણ છૂપાયાની આશંકા
લશ્કર-એ-તૈયબાએ સ્વીકારી હુમલાની જવાબદારી

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

2 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

2 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

2 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

3 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

3 hours ago