કાશ્મીરમાં શાળા બાદ હવે બેન્કો લશ્કર-એ-તોઇબાના નિશાના પર

શ્રીનગર: અફઘાન-પાકિસ્તાનની તાલિબાન સ્ટાઇલમાં આતંકી અને અલગતાવાદીઓએ કાશ્મીર ખીણની સ્કૂલોને નિશાન બનાવ્યા બાદ હવે આતંકી સંગઠનો ખાસ કરીને પાકિસ્તાન પ્રેરિત લશ્કર-એ-તોઇબા હવે કાશ્મીરની બેન્કોને નિશાન બનાવવા માગે છે. આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા કાશ્મીરમાં બેન્કોને બંધ રાખવા ધમકીઓ આપી રહ્યું છે. દ‌‌િક્ષણ કાશ્મીરમાં લશ્કર-એ-તોઇબા દ્વારા પોસ્ટરો લગાવીને બેન્ક મેનેજરોને બેન્કો બંધ રાખવાની ચેતવણી આપી રહ્યા છે. લશ્કર-એ-તોઇબાએ હુર્રિયતના પ્રોટેસ્ટ કેલેન્ડરને સમર્થન આપવા માટે બેન્કોને તેમની કામગીરી ચાલુ નહીં રાખવા ચેતવણી આપી છે. બુધવારે એક અજાણ્યા બંદૂકધારીએ ફુલગામની બેન્કની એક શાખામાંથી રૂ.બે લાખની લૂંટ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બે દિવસ અહેવાલ સેન્ટ્રલ કાશ્મીરમાંથી પણ એક એટીએમ મશીનની ઉઠાંતરી થઇ ગઇ હતી. કાશ્મીરમાં અશાંતિ દરમિયાન મોટા ભાગે બેન્કો પર તાળાં લટકતાં જોવા મળે છે. બેન્કોનુું કામ સંપૂર્ણપણે પ્રભાવિત છે.

You might also like