પી. ચિદમ્બરમ્ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ ની મની લોન્ડ્રીંગ કેસમાં સીબીઆઇએ કરી ધરપકડ

પૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ ધરપકડ કરી છે. કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ આજરોજ સવારે ચેન્નાઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી. હાલમાં સીબીઆઇ કાર્તિ ચિદમ્બરમને દિલ્હી લાવી રહી છે. એક મળતાં અહેવાલ મુજબ કાર્તિ ચિદમ્બરમને આજરોજ સવારે આઠ વાગ્યાની આસપાસ સીબીઆઇએ ધરપકડ કરી છે.

કાર્તિ ચિદમ્બરમ્ ની ધરપકડની તેના વકીલોએ પુષ્ટી કરી છે. કાર્તિ ચિદમ્બરમ લંડનથી ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે સીબીઆઇએ ચેન્નાઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સીબીઆઇ કાર્તિ ચિદમ્બરમની પૂછપરછ કરી રહી છે. આ ધરપકડ આઇએનએક્સ મીડિયા કેસ મામલે કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કાર્તિ ચિદમ્બરમ વિરુધ્ધ ઇડી પણ મની લોન્ડ્રીંગમાં તપાસ કરી રહી છે. આ અગાઉ 19 જાન્યુઆરીના રોજ કાર્તિ ચિદમ્બરમની ઇડીએ 11 કલાક સુધી પુછપરછ કરી હતી. ઇડીએ મે 2017માં કાર્તિ તેમજ અન્ય લોકો વિરુધ્ધ આ મામલે કેસ દાખલ કર્યો છે. આમ, ફેમા ઉલ્લંઘન મામલે સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ ધરપકડ કરી છે. તેને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનના આરોપ હેઠળ સીબીઆઇએ ધરપકડ કરી છે.

You might also like