VIDEO: ફિલ્મ “પદ્માવતી”નાં વિરોધને લઇ કરણીસેનાએ પીએમ મોદીને આપ્યું અલ્ટીમેટમ

વડોદરાઃ છેલ્લાં કેટલાંય સમયથી રાજપૂત સમાજ દ્વારા ફિલ્મ “પદ્માવતી”નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કરણી સેના દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને આ મામલે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કરણીસેના દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

કરણીસેના દ્વારા પીએમ મોદીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કરણીસેનાનાં પ્રમુખ મહિપાલસિંહ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે કે,”જો પદ્માવતી ફિલ્મ પર સરકાર દ્વારા પ્રતિબંધ નહીં કરવામાં આવે તો મતદાન પર અસર થશે તેવી ચીમકી આપવામાં આવી છે.”

આ ઉપરાંત તેમણે કહ્યું કે,”સરકાર દ્વારા આ મામલે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. આ મુદ્દે વડાપ્રધાન જો કોઇ યોગ્ય નિર્ણય નહીં લે તો 24 કલાક બાદ કરણી સેના કોને સમર્થન કરશે તે જાહેરાત કરશે.

જો આવતીકાલ સુધીમાં કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય ના લીધો તો અમારા દ્વારા ભાજપનાં વિરોધમાં મતદાન કરવામાં આવશે. વડોદરાથી કરવામાં આવેલા એલાનનાં પગલે વડોદરાની વાઘોડિયા, સાવલી અને પાદરા બેઠક પર ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે.”

You might also like