તૈમૂરનું નામ તો તૈમૂર હતું જ નહીં, કરિનાએ ડિલીવરી પહેલા જ નિર્ણય લીધો કે…

કરિના કપૂર અને સૈફ અલી ખાનનો 14 મહિનાનો પુત્ર તૈમૂર અલી ખાન માત્ર પોતાની ક્યૂટનેસના કારણે જ નહીં બલ્કે તેના નામને કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે કરિનાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે પહેલા તૈમૂરનું નામ તૈમૂર હતું જ નહીં.

કરિનાએ ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં જણાવ્યું હતું કે, ‘સૈફે પહેલા ‘ફૈઝ’ નામ રાખવાનું નક્કી કર્યું હતું, સૈફના મતે ફૈઝ એક રુહાની નામ છે. જો કે કરિનાને આ નામ ગમ્યું નહોતું.

કરિનાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મેં ડિલીવરીમાં જતા પહેલા નક્કી કર્યું હતું કે, જો હું પુત્રને જન્મ આપીશ તો તેનું નામ તૈમૂર રાખીશ. તૈમૂરનો અર્થ લોખંડી થાય છે. મારો પુત્ર એક યૌદ્ધા જેવો હશે અને મેં ગર્વ સાથે તૈમૂરને જન્મ આપ્યો છે.’

You might also like