Fake or Real: કરણ જોહરના જોડકા બાળકોનો ફોટો આવ્યો સામે

મુંબઇઃ ફિલ્મ નિર્માતા નિર્દેશક કરણ જોહરના જોડકા સંતાનોના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટોગ્રાફ્સ ઇન્ટાગ્રામ પર શેર થયા છે. જો કે આ ફોટો કરણના બાળકોની જ છે કે નહીં તે અંગે કોઇ સત્તવાર માહિતી પ્રાપ્ત થઇ નથી. કરણ જોહર 44 વર્ષની ઉંમરે સર્વોગેસીની મદદથી બે સંતાનોનો પિતા બન્યો છે.

આ સમાચાર સામે આવતા જ દરેક વ્યક્તિ તેના સંતાનોને જોવા માટે ઉત્સુક છે. ત્યારે આ વચ્ચે ઇન્ટાગ્રામ પર bollywood_world_fabo નામના એકાઉન્ટ પર કરણ જોહરના ફોટો સાથે બે બાળકોના ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા છે. જેમાં આગળ કરણ જોહરને પિતા બનવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી છે. ત્રણ દિવસ પહેલાં શેર થયેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે આ ફોટો કરણ જોહરના બાળકોની છે કે નહીં તે અંગે કરણ જોહર તરફથી કોઇ જ નિવેદન આપવામાં આવ્યું નથી.

http://sambhaavnews.com/

You might also like