IPLમાં કાંગારુંઓએ બહુ જ ભેદભાવ કર્યોઃ કમાયા કરોડો અને પ્રદર્શન કર્યું કોડીનું…

મુંબઈઃ આઇપીએલની વર્તમાન સિઝનની હવે ફક્ત ફાઇનલ મેચ બાકી છે, જે આવતી કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમ પર રમાવાની છે. ટૂર્નામેન્ટ દરમિયાન વિદેશી ક્રિકેટરોના પ્રદર્શનને લઈને ઘણા સવાલો ઊઠ્યા છે. આ સિઝનમાં મોટા ભાગના વિદેશી ખેલાડી નિષ્ફળ રહ્યા. આવા વિદેશી ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો દાવ ખેલાયો હતો. આવા મોંઘા ખેલાડીઓમાં બેન સ્ટોક્સ, ગ્લેન મેક્સવેલ મુખ્ય છે.

આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે ઓસ્ટ્રેલિયાઓના પક્ષમાં ભેદભાવ થયો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. વિન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ પણ આ આરોપને સમર્થન આપ્યું છે.

બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ કહ્યું કે આઇપીએલમાં ઓસ્ટ્રેલિયન કોચ પોતાના દેશના ખેલાડીઓને વધુમાં વધુ તક આપતા રહ્યા, જ્યારે બીજા દેશના ખેલાડીઓને તક અપાઈ નહોતી. આ સિઝનમાં આઠમાંથી ચાર ટીમના કોચ ઓસ્ટ્રેલિયન હતા. સનરાઇઝર્સ હૈદરાબાદનો કોચ ટોમ મૂડી, દિલ્હી ડેરડેવિલ્સનો કોચ રિકી પોન્ટિંગ, કિંગ્સ ઈલેવન પંજાબનો બ્રેડ હોજ અને રાજસ્થાન રોયલ્સના મેન્ટરના રૂપમાં શેન વોર્ન હતો.

આ ચારેય ટીમમાંથી ફક્ત હૈદરાબાદની ટીમ છેક સુધી પહોંચી. દિલ્હીની ટીમ સૌથી પહેલાં બહાર થઈ ગઈ. પંજાબની ટીમ સાતમા નંબરે રહી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટરમાં કોલકાતા સામે હારીને ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ. આ ચારેય ટીમના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો જાણવા મળશે કે ગ્રીમ સ્મિથ અને ડેરેન સેમીના આરોપમાં તથ્ય નજરે પડે છે.

એરોન ફિંચ (કિંગ્સ ઈલેવન પંજાબ)
પંજાબની ટીમે એરોન ફિંચને રૂ. ૬.૨૦ કરોડમાં ખરીદ્યો હતો. તેને ૧૦ મેચમાં રમાડવામાં આવ્યો. ફિંચ ફક્ત ૧૩૪ રન બનાવી શક્યો. એટલે સુધી કે માર્ક્સ સ્ટોઇનિસ (રૂ. ૬.૨૦ કરોડ)ને પણ સાત વાર મેદાનમાં ઉતારવામાં આવ્યો અને તે ફક્ત ૯૯ રન જ બનાવી શક્યો. દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર (રૂ. ત્રણ કરોડ)ને ફક્ત ત્રણ મેચમાં જ રમવાની તક મળી. મિલર એક સમયે પંજાબની ટીમનો કેપ્ટન હતો.

ગ્લેન મેક્સવેલ (દિલ્હી ડેરડેવિલ્સ)
દિલ્હી ડેરડેવિલ્સની વાત કરવામાં આવે તો ગ્લેન મેક્સવેલ (રૂ. નવ કરોડ)ને ૧૨ મેચમાં રમવાની તક મળી, પરંતુ તે ૧૬૯ રન જ બનાવી શક્યો. ડેન ક્રિસ્ટિયન (રૂ. ૧.૫ કરોડ) ચાર મેચમાં રમ્યો અને તેણે ૨૬ રન બનાવવા ઉપરાંત ચાર વિકેટ ઝડપી. બીજી તરફ ઈંગ્લેન્ડના જેસન રોય (રૂ. ૧.૫૦ કરોડ)ને ફક્ત પાંચ મેચમાં રમવાની તક મળી અને તેણે ૧૨૦ રન બનાવ્યા. ન્યૂઝીલે્ડના કોલિન મૂનરો (રૂ. ૧.૯૦ કરોડ)ને પાંચ મેચમાં તક મળી, જેમાં તેણે કુલ ૬૩ રન બનાવ્યા.

રાજસ્થાને ડર્સી શોર્ટને રૂ. ચાર કરોડમાં ખરીદ્યો હતો. તેને સાત મેચમાં રમવાની તક મળી, પરંતુ તે ૧૧૫ રન જ બનાવી શક્યો, જ્યારે દક્ષિણ આફ્રિકાના હેનરિચ ક્લાસેન (રૂ. ૫૦ લાખ)ને ચાર મેચમાં જ રમવાની તક મળી. સનરાઇઝર્સની ટીમમાં ઓસ્ટ્રેલિયાનો બિલી સ્ટેનલેક (રૂ. ૫૦ લાખ) હતો.

તેને ઈજાના કારણે આઇપીએલની શરૂઆતમાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવું પડ્યું. હૈદરાબાદની ટીમમાં ડેવિડ વોર્નર હતો, પરંતુ બોલ ટેમ્પરિંગના કારણે તેેને પ્રતિબંધિત કરી દેવાયો. તેના સ્થાને કેન વિલિયમ્સનને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો અને તેણે વોર્નરની ગેરહાજરી વર્તાવા દીધી નહોતી.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

9 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

9 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

9 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

9 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

9 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

9 hours ago