Categories: Entertainment

મારાં પેરન્ટ્સને મારી દરેક ફિલ્મ હિટ લાગે છેઃ કંગના

રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને કંગના રાણાવતે સાબિત કરી દીધું કે તેનામાં અભિનયક્ષમતા છે. રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ હવે તેની નજર પદ્મશ્રી પર છે, જોકે કંગનાની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘રંગૂન’ ફ્લોપ ગઇ છે. ‘રંગૂન’નું શીર્ષક એક જૂના ગીત સાથે મળતું આવે છે. આ ફિલ્મમાં ‘મેરે પિયા ગયે રંગૂન ….’થી પ્રેરિત સોંગ પણ છે. કંગના કહે છે કે નેશનલ એવોર્ડ મેળવ્યા બાદ હવે મારી નજર પદ્મશ્રી પર છે, પરંતુ આપણે માત્ર આશા રાખી શકીએ. શું થશે તે તો સમય જ કહેશે. રાષ્ટ્રપતિ પાસેથી નેશનલ એવોર્ડ મેળવીને કંગના કહે છે કે મને આ બાબતની ખૂબ જ ખુશી થઇ. મેં એક છોકરી હોવાના નાતે મારાં મા-બાપનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. દરેક સંતાનની ઇચ્છા હોય છે કે તે પોતાનાં કર્મોથી માતા-પિતાને ખુશ કરી શકે.

કંગના કહે છે કે મારાં માતા-પિતા મારી દરેક ફિલ્મ જોઇને મારાં વખાણ કરે છે. ‘કટ્ટીબટ્ટી’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન નહોતી કરી શકી, છતાં પણ તેને મારી માતાએ હિટ ફિલ્મ ગણાવી હતી. કંગના અને તેની બહેન રંગોલી વચ્ચેના ઝઘડા મીડિયામાં ખૂબ ચમક્યા હતા. આ અંગે વાત કરતાં તે કહે છે કે જ્યારે પણ અમે અમારા વિશે અથવા અમારી પર્સનલ લાઇફ વિશે વાંચીએ કે સાંભળીએ છીએ તો ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ મારી બહેને હવે લગ્ન કરવાનું નક્કી કર્યું છે તો અમે બધાં તેનાથી ખૂબ જ ખુશ છીએ. મારી બહેન અને મારે ખૂબ જ સારું બને છે. •
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

5 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

6 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

7 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

8 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

9 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

10 hours ago