VIDEO: રાણાવાવ કોર્ટે કાંધલ જાડેજાનાં પોલીસ રિમાન્ડ કર્યા ના મંજૂર

પોરબંદરઃ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગેંગ લીડરો બાબતે ધમાલ થઇ હતી. કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ ધમાલ કરી હતી. કાંધલ જાડેજા અને સામત ગોગનને રાણાવાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

રાણાવાવ કોર્ટ દ્વારા કાંધલ જાડેજાનાં રિમાન્ડની અરજી ફગાવી દેવામાં આવી છે. કાંધલ જાડેજાના પાંચ દિવસનાં રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં. રાણાવાવ કોર્ટે પોલીસ રિમાન્ડ ના મંજૂર કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાણાવાવ-કુતિયાણાનાં ધારાસભ્ય કાંધલ જાડેજા અને તેનાં બે ભાઈ કરણ જાડેજા અને કાના જાડેજા સહીત 10 જેટલા લોકો કુતિયાણા નજીક નેરાણા ગામે ધાર્મિક પ્રસંગમાંથી રાણાવાવ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને ગેંગ લીડર સામત ગોગન ઓડેદરા નેરાણાંથી ધાર્મિક પ્રસંગમાંથી પરત આવતી વખતે કાંધલ ગેંગ અને સામત ગેંગ વચ્ચે ભારે ઝગડો થયો હતો તેમજ ઘણી ઝપાઝપી પણ થઈ હતી.

ત્યાંથી સામત કાંધલનાં સકંજામાંથી ભાગી છૂટતા સામત સીધો જ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ત્યાં તેની પાછળ કાંધલ પણ ઘુસી આવ્યો હતો. જ્યાં કાંધલ અને તેના બે ભાઈ સહીત 10 લોકોએ સામત ગોગન સાથે ઝપાઝપી કરી હતી. જ્યાં પોલીસ સ્ટેશનનો ટેલીફોન પણ તૂટી ગયો હતો.

You might also like