DLF જમીન સોદા અંગે જસ્ટિસ ઢિંગરાએ સોંપ્યો રિપોર્ટ : મોટા પ્રમાણમાં ગોટાળાનો ઉલ્લેખ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા પરનાં આક્ષેપો સાચા ઠરી રહ્યા છે. જસ્ટિસ ઢીંગરાએ રોબર્ટ વાડ્રા ડીએલએફ લેન્ડ ડીલ અંગે બુધવારે પોતાનો અહેવાલ સોંપી દીધો છે. રિપોર્ટ સોંપ્યા બાદ જસ્ટિસ ઢીંગરાએ રોબર્ટ વાડ્રા અને હરિયાણાનાં પુર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનું નામ તો નહોતું લીધું પરંતુ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હરિયાણામાં થયેલ લેન્ડ ડિલમાં ગોટાળાઓ થયા છે. જસ્ટિસ ઢીંગરાએ ખટ્ટર સરકારને 182 પેજનો પોતાનો અહેવાલ સોંપ્યો છે.

જસ્ટિસ ઢીંગરાએ પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ કોઇનું નામ નહોતું લીધુ, પરંતુ રિપોર્ટમાં મુખ્યમંત્રી હડ્ડા પર આકરા પ્રહારો રિપોર્ટમાં કરાયા છે. સુત્રો અનુસાર લેન્ડ ડિલમાં ગોટાળાનો ઉલ્લેખ છે અને મુખ્યમંત્રી દ્વારા ઢાંક પીછોડાનો પણ ઉલ્લેખ છે. બુધવારે મુખ્યમંત્રી ખટ્ટરને મળીને રિપોર્ટ સોંપ્યા બાદ જસ્ટિસ ઢીંગરાએ પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપી હતી.

ઢિંગરાએ જણાવ્યું કે રિપોર્ટ બે વિભાગમાં છે. એક ભાગમાં તપાસ બાદ થયેલા ગોટાળાઓનો ઉલ્લેખ છે. જ્યારે બીજા ભાગમાં તેનાં પુરાવાઓ છે. તે ઉપરાંત એક ત્રીજો ભાગ છે જેમાં તે ડોક્યુમેન્ટ્સ જોડવામાં આવ્યા છે જે જસ્ટિસ ઢીંગરાને 30 જુને મળ્યા હતા. ઢીંગરાએ જણાવ્યું કે હજી સુધી તેની તપાસ બાકી છે, માટે તેનો સમાવેશ રિપોર્ટમાં નથી કરવામાં આવ્યો.

ઢિંગરાએ જણાવ્યું કે પુર્વ મુખ્યમંત્રી હુડ્ડાનો પણ ઉલ્લેખ છે ? જેનાં જવાબમા ઢિંગરાએ જણાવ્યું કે તેમને જે પણ વિષયો સોંપાયા હતા તે તમામનો તેમાં સમાવેશ છે.તમામ પુરાવા પણ મુકાયા છે. રિપોર્ટનું કંટેટ સરકાર જ્યારે ઇન્કવોયરી એક્ટ હેઠળ મુકશે ત્યારે મળશે. સરકાર તે કંટેટ જાહેર થાય તેવું ઇચ્છતી હશે તો તેમ પણ થશે. હું આ રિપોર્ટનાં કંટેટ અંગે ચર્ચા કરી શકીશ નહી. આ રિપોર્ટ સરકારી સંપતી છે.

જો કે તેમણે હિંટ આપતા કહ્યું કે જો ગોટાળા થયા જ ન હોત તો તેઓ એક લાઇનનો રિપોર્ટ સોંપત 182 પેજનો રિપોર્ટ તૈયાર કરવાની કોઇ જરૂર નથી. ગોટાળા જરૂર થયા છે. હવે કાર્યવાહી કરવી તે રાજ્ય સરકારનાં હાથમાં છે.

You might also like