VIDEO: કિર્તીદાન ગઢવીનાં ડાયરામાં કરાયું ફાયરિંગ, વીડિયો વાયરલ

જૂનાગઢઃ સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીનાં ડાયરાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વીડિયોમાં કિર્તીદાન ગઢવીનાં ડાયરામાં ફાયરિંગ કરાયું હોવાંની ઘટના સામે આવી છે. તેઓનાં વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તેઓ ડાયરા દ્વારા લોકોને મોજ કરાવી રહ્યાં છે.

ત્યારે તેઓનાં આ ડાયરામાં કેટલાંક શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. કિર્તીદાન ગઢવીનાં ડાયરામાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે આયોજીત ડાયરામાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે Vtv આ વાયરલ વિડીયોની પુષ્ટી કરતું નથી.

You might also like