VIDEO: જૂનાગઢમાં રક્ષક બન્યા ભક્ષક, પોલીસનાં ત્રાસથી દીકરીનો આપઘાત

જૂનાગઢઃ વિસાવદરમાં પોલીસનાં ત્રાસથી એક દીકરીએ આપઘાત કર્યો હોવાંની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં પિતાની સામે જ દીકરીએ દવા પીધી છતાં પોલીસ દવા પીતી દીકરીને અટકાવી ન શકી. જો કે ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી.

ત્યાં સુધી પોલીસ મદદ સુધી પહોંચી ન હોતી શકી. ઝેરી દવા પીતી દિકરીને પોલીસ ન બચાવી શકી હોવાંથી ગુજરાત પોલીસ સામે અનેક સવાલો ઉભા થયાં છે. જો કે આ પોલીસનું દમન કયારે બંધ થશે. આપઘાત કરતી દીકરીને પોલીસ કેમ ન બચાવી શકી એ પણ મોટો પ્રશ્ન છે.

આવા પોલીસ અધિકારીઓને રક્ષક કેમ કહેવા એ પણ એક સવાલ છે. શું હપ્તાખોરની જ પોલીસ મદદ કરે છે. માત્ર એક દીકરીને પોલીસ બચાવી ન શકી અને એ પણ પોલીસ સ્ટેશનમાં. તો પોલીસ ગુજરાતની સુરક્ષા શું કરશે.

ઉલ્લેખનીય છે કે, પિતા રઝાકભાઇને ટ્રાફિક અડચણને કારણે પોલીસ દ્વારા માર મારવામાં આવતાં દીકરી પોલીસ સ્ટેશન ગઇ હતી. મહત્વનું છે કે પહેલી વારનાં બનાવમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે દીકરીને પણ વાળ ખેંચીને ઢોર માર માર હતી. છતાં આ મામલે કોઇ પગલાં લેવાયાં નથી.

પિતાએ જવાબદાર પોલીસ અધિકારી સામે 307 મુજબ ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. યુવતીની આત્મહત્યા માટે જવાબદાર વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 PSI, કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાની પણ પિતાએ માંગ કરી છે. બીજી તરફ પોલીસે પણ CCTV જાહેર કર્યા નથી. ત્યારે આ CCTVમાં શું રાઝ છુપાયેલું છે એ પણ હવે જોવાનું રહ્યું.

You might also like