Supreme Courtનું અસ્તિત્વ ખતરામાં, ઈતિહાસ આપણને માફ નહીં કરેઃ જસ્ટિસ કુરિયન

નવી દિલ્હીઃ જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસ (સીજેઆઈ)ને લખેલા એક પત્રમાં વેદના વ્યકત કરતાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરામાં છે,અને જો જજની નિમણૂકને મામલે સરકારની ચુપકીદિ સામે કોર્ટ કાંઈ નહીં કરે તો ઈતિહાસ આપણને કયારેય માફ નહિ કરે.

જસ્ટિસ કુરિયન જોસેફે પાઠવેલા આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે કોલજિયમ દ્વારા એક જજ અને એક વરિષ્ઠ વકીલને પ્રમોશન આપી સુપ્રીમ કોર્ટમાં લાવવાની ભલામણને દબાવીને બેસી રહેવાના સરકારનાં વલણ સામે કોર્ટ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.

જસ્ટિસ કુરિયને જણાવ્યું છે કે પહેલી વાર અદાલતના ઈતિહાસમાં એવું બન્યું છે કે કોઈ ભલામણના ત્રણ મહિના સુધી પણ એ જાણ ન થાય કે તેનું શું થયું? તેમણે સીજેઆઈને જણાવ્યું હતું કે આ મુદા પર સાત વરિષ્ઠ જજની બેચ દ્વારા સુનાવણી કરવામાં આવે, તેમની માગણી જો સ્વીકારી લેવામાં આ‍વે તો સાત જજની પીઠ સરકારને કોલેજિયમની પેન્ડિંગ ભલામણ પર તાત્કાલિક નિર્ણય લેવા આદેશ આપી શકે તેમ છે.

You might also like