Categories: Gujarat

વીરમગામ પાસે અકસ્માતમાં પત્રકાર અતુલ ડાયાણીનું નિધન

અમદાવાદ: ગઇ મોડી રાત્રે વીરમગામ નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક ન્યૂઝ ચેનલના યુવાન પત્રકાર અતુલ ડાયાણીનું ગંભીર ઇજાઓ થવાના કારણે નિધન થયું હતું.

આ અંગેની વિગત એવી છે કે એક ન્યૂઝ ચેનલના પત્રકાર અતુલ ડાયાણી ટીમ સાથે કચ્છ ખાતે ચૂંટણીનું કવરેજ કરવા ગયા હતા. ગત રાત્રે ડાયાણી સહપત્રકારો સાથે કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે વીરમગામ ટોલનાકા નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે અથડાઇ ઉપરાઉપરી ત્રણ પલટી મારી ગઇ હતી અને કારનો દરવાજો ખૂલી જતાં ડાયાણી રોડ પર ફંગોળાઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનામાં અન્યને પણ નાની-મોટી ઇજા થઇ હતી. અતુલ ડાયાણીના મૃતદેહને વીરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાત્રે ૩-૦૦ વાગ્યે ડાયાણીના મૃતદેહને અંતિમવિધિ માટે તેમના વતન લાઠી લઇ જવાયો હતો.

admin

Recent Posts

પુલવામામાં ફરી આતંકીઓ ઘૂસ્યાઃ સુરક્ષાદળો સાથે અથડામણ જારી

શ્રીનગર: દ‌િક્ષણ કાશ્મીરના પુલવામા અને કુપવાડાના તંગદર વિસ્તારમાં ફરી એક વાર આતંકીઓની પ્રવૃત્તિ જોવા મળી છે. આ વિસ્તારમાં આતંકીઓ ઘૂસી…

11 mins ago

H. L. કોમર્સ કોલેજમાં રેગિંગ વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગનો બનાવ સામે આવ્યો…

33 mins ago

Audaની જૂની લિ‌મિટના નોન ટીપી વિસ્તારમાં પાણી-ગટરનાં કામ કરાશે

અમદાવાદ: ગત વર્ષ ર૦૦૬માં ઔડાની જૂની લિમિટના વેજલપુર, રાણીપ, બોડકદેવ જેવી કુલ ૧૭ નગરપાલિકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો હતો. જોકે…

45 mins ago

મ્યુનિસિપલ ટેક્સ માટે ટેરિફ પંચની રચનાનો મામલો 20 વર્ષથી અધ્ધરતાલ

અમદાવાદ: શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત રાજ્યનાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ટેક્સની આવક એ બહુ જ મહત્ત્વનો સ્રોત ગણાય છે,…

46 mins ago

Ahmedabad શહેરમાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની શક્યતા

અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકો વરસાદની ચાતકડોળે રાહ જોઇ રહ્યા છે, પરંતુ આના બદલે ગરમીએ માઝા મૂકી છે, જોકે…

58 mins ago

ટ્રેનની લાંબા રૂટની ટિકિટ પણ મોબાઈલ એપથી બુક થઈ શકશે

અમદાવાદ: વેસ્ટર્ન રેલવે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે લોન્ચ થયેલી અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમને જબ્બર પ્રતિસાદ મળતાં હવે…

1 hour ago