IPLમાં જોસ બટલરે સતત પાંચમી અર્ધસદી ફટકારી વીરુના રેકોર્ડની બરોબરી કરી

મુંબઈઃ જોસ બટલરને જ્યારથી રાજસ્થાન રોયલ્સ તરફતી ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી છે ત્યારથી તે શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. ગઈ કાલે તેણે વાનખેડે સ્ટેડિયમમાં ૯૪ રનની અણનમ ઇનિંગ્સ રમી.

તેની આ ઇનિંગ્સના દમ પર જ રાજસ્થાન રોયલ્સે મુંબઈને સાત વિકેટે પરાજય આપીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. બટલરની આ સતત પાંચમી અર્ધસદી હતી.

બટલરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ગત તા. ૨ મેએ ફિરોજશાહ કોટલામાં પહેલી અર્ધસદી ફટકારી હતી. ત્યાર બાદ બે વાર કિંગ્સ ઈલેવન પંજાબ સામે અર્ધસદી ફટકારી. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૯૫ રનની અણનમ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. ગઈ કાલે તેણે મુંબઈ સામે ૯૪ રનની અણનમ ઇનિંગ્સ રમી.

આ સાથે જ તેણે વીરેન્દ્ર સેહવાગના રેકોર્ડની બરોબરી કરી લીધી. વીરેન્દ્ર સેહવાગે ૨૦૧૨ની આઇપીએલ સિઝનમાં દિલ્હી તરફથી રમતા સતત પાંચ મેચમાં અર્ધસદી ફટકારી હતી. એ સિઝનમાં વીરુએ ૧૬ મેચમાં કુલ ૪૯૫ રન બનાવ્યા હતા.

You might also like