IPL-11માં ઝડપનો બાદશાદ બન્યો રાજસ્થાન રોયલ્સનો જોફ્રા આર્ચર

નવી દિલ્હીઃ આઇપીએલની ૧૧મી સિઝનમાં બોલિંગની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી. ઘણી ટીમના ફાસ્ટ બોલર્સે પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. વિકેટ ઝડપવાની બાબતમાં પણ એક ફાસ્ટ બોલર જ ટોચના સ્થાને રહ્યો, પરંતુ આ બધા ફાસ્ટ બોલરમાં ઝડપનો બાદશાહ સાબિત થયો રાજસ્થાનનો ફાસ્ટર જોફ્રા આર્ચર, જેણે સમગ્ર આઇપીએલ દરમિયાન સૌથી ઝડપી બોલ ફેંક્યો.

રાજસ્થાન રોયલ્સના જોફ્રા આર્ચરે આઇપીએલ-૨૦૧૮માં સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો અને બધાને પાછળ છોડતા તે ઝડપનો બાદશાહ બની ગયો. જોફ્રાએ સૌથી ઝડપી બોલ ૧૫૨.૩૯ કિ.મી.ની ઝડપે ફેંક્યો હતો. અહીં નજર કરીએ એ ટોપ ફાઇવ બોલર્સ પર, જેમણે આઇપીએલમાં સૌથી ઝડપી બોલ ફેંક્યા.

• જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ) ૧૫૨.૩૯ કિ.મી.
• બિલી સ્ટેનલેક (સનરાઇઝર્સ હૈદરાબાદ) ૧૫૧.૩૮ કિ.મી.
• જોફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ) ૧૫૦.૮૨ કિ.મી.
• મોહંમદ સિરાજ (આરસીબી) ૧૪૯.૯૪ કિ.મી.
• શિવમ માવી (કેકેઆર) ૧૪૯.૮૬ કિ.મી.

ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી
આ સિઝનમાં ફાસ્ટ બોલર્સની બોલબાલા રહી. આંકડા અનુસાર વિકેટ ઝડપવાના મામલે જે ટોચના પાંચ બોલર્સ રહ્યા, તેમાં ચાર ફાસ્ટ બોલર સામેલ હતા, જ્યારે એકમાત્ર સ્પિનર રાશિદ ખાન હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે ફાસ્ટ બોલર્સે મેચ દરમિયાન પોતપોતાની ટીમ માટે કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અહીં એક નજર કરીએ સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર પર.

• એન્ડ્રુ ટાય (પંજાબ) ૧૪ મેચમાં ૨૪ વિકેટ.
• રાશિદ ખાન (હૈદરાબાદ) ૧૭ મેચમાં ૨૧ વિકેટ.
• સિદ્ધાર્થ કૌલ (હૈદરાબાદ) ૧૭ મેચમાં ૨૧ વિકેટ.
• ઉમેશ યાદવ (બેંગલુરુ) ૧૪ મેચમાં ૨૦ વિકેટ.
• ટ્રેન્ટ બોલ્ટ (દિલ્હી) ૧૪ મેચમાં ૧૮ વિકેટ.

સૌથી વધુ મેઇડન ઓવર
આઇપીએલ ૨૦૧૮માં સૌથી વધુ મેઇડન ઓવર ફેંકવાના મામલે ચેન્નઈ સુપર કિંગ્સનાે ફાસ્ટ બોલર લૂંગી એન્ગિડી સૌથી આગળ રહ્યો. તેણે કુલ સાત મેચમાં ૨૬ ઓવર બોલિંગ કરી અને તેમાં બે મેઇડન ઓવર ફેંકી. બીજા નંબર પર દિલ્હીનો સ્પિનર અમિત મિશ્રા રહ્યો, જેણે ૧૦ મેચમાં ૩૭ ઓવર બોલિંગ કરી અને એક મેઇડન ઓવર ફેંકી. ત્રીજા નંબર પર ચેન્નઈનો ફાસ્ટ બોલર દીપક ચાહર રહ્યો, જેણે ૧૨ મેચમાં ૩૮.૧ ઓવર બોલિંગ કરી અને એક ઓવર મેઇડન ફેંકી.

divyesh

Recent Posts

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

14 mins ago

પરિમલ ગાર્ડન બહાર આડેધડ પાર્કિંગ કરનાર મોર્નિંગ વોર્ક્સને ચેતવણી

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્ક કરેલાં વાહનો પર પોલીસે કરેલા મેગા ઓપરેશન બાદ પણ વાહનચાલકોમાં વાહન પાર્કિંગના મામલે જોઇએ એવી શિસ્ત…

34 mins ago

પહેલાં કન્ટેનર કચરાથી ઊભરાતાં હતાં, હવે રસ્તા તો નહીં ઊભરાય ને?

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ પાડીને લઈ જવાના બદલે ડોર ટુ ડમ્પની કચરાની ગાડી એકસાથે જ…

38 mins ago

SEBIના મૂડીબજાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયઃ IPOનું લિસ્ટિંગ ત્રણ દિવસમાં

મુંબઇ: બજારમાં ફંડ મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા મૂડીબજાર નિયામક સેબીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. મંગળવારે યોજાયેલી સેબીની બોર્ડ બેઠકમાં…

51 mins ago

મર્જરઃ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી…

54 mins ago

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃ‌િત્ત…

2 hours ago